ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનુ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે પ્રવૃત્તિ સંરક્ષણ દીવસના અનુસંધાને અવનવાં કાર્યક્રમો કરી રહ્યા છે જેના ભાગરૂપે બાળકોને પ્રકૃતિ વિશે માહિતગાર થાય તેવા આશયથી વિકટોરીયા પાર્ક ખાતે પર્યાવરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આવો પ્રક્રૃતિને ઓળખીએ કાર્યક્રમમાં યોજાયો
ભાવનગર શહેરની જુદી જુદી શાળાના 100 સ્કાઉટ ગાઈડ માટે "આવો પ્રક્રૃતિ ને ઓળખીએ" કાર્યક્રમમાં વિકટોરીયા પાર્ક ખાતે પર્યાવરણ શિબીરમા ઔષઘી વૃક્ષ, છાયાના વૃક્ષ, છોડ, વેલા, વનસ્પતિ તેમજ જુદા-જુદા જીવજંતુઓ પતંગિયા ઓની પ્રજાતી વિશે માહિતગાર તથા પક્ષી દર્શનનો લાભ લીધો હતો, વોચ ટાવર પરથી વિકટોરીયા પાર્કનું અલભ્ય દર્શન કરેલ બપોરે પોત પોતાના મિત્રો સાથે સમુહ ભોજન તેમજ પર્યાવરણની રંમતનો આનંદ માણ્યો હતો.
શહેરની જુદી-જુદી શાળાના 100 બાળકો જોડાયા
આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, વિશુદ્ધાનંદ પ્રાથમિક શાળા, બી એન વીરાણી હાઈસ્કૂલ, ટી બી જૈન ગલ્સ હાઈસ્કૂલ, પ્રણામી પ્રાથમિક શાળા, વિદ્યાધીશ વિદ્યાસંકુલ, ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ પ્રા કન્યા શાળા નં.49, દક્ષિણામૂર્તિ સંસ્થા જુદી-જુદી શાળાના 100 જેટલા બાળકો તથા વિવેકાનંદ રોવર ક્રૃ, રાણી લક્ષમીબાઈ રેન્જર ટીમના સભ્યો જોડાયા હતા, સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અજયભાઈ ભટ્ટ, સરલાબેન સાકળીયા, યશપાલ વ્યાસ, મલયભાઈ, પાર્થ ગોપાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.