વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેની ઉજવણી:ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્રારા વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની માહિતી અપાઈ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે આજરોજ 3માર્ચ "વિશ્વ વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે" ની ઉજવણી સમગ્ર વિશ્વમાં ઉજવાય રહી છે જેના ભાગરૂપે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધના બાળકોને વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની માહિતી આપી ઉજવણી કરવામાં આવી હતી.

વન્ય પ્રાણી અને પક્ષીઓની માહિતી અપાઈ
આ ઉજવણી પ્રસંગે ભાવનગરની વિદ્યાધીશ પ્રાયમરી ઈગ્લીશ મીડીયમ સ્કૂલ, વિદ્યાધીશ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ટી.બી.જૈન કન્યા શાળા પ્રાથમિક વિભાગ, દક્ષિણામૂર્તિ કુમાર મંદીર, ગિજુભાઈ કુ.મંદિર, એમ એસ બી-69, નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય સહિતના સ્કાઉટ ગાઈડના બાળકોને વન્ય પ્રાણી અને પક્ષીઓની માહિતી આપવામા આવી હતી, તેમજ રાજ્યનુ પ્રાણી, રાજ્ય પક્ષી, રાજ્ય ફુલ, રાજ્ય પતંગિયું વિગેરની માહિતી યશપાલ વ્યાસ દ્વારા આપવામાં આવી હતી, જ્યારે સમગ્ર આયોજન જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં યોજયું હતું.

અન્ય સમાચારો પણ છે...