તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ભાવનગર કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ, PM-CMની તસવીર પર ચપ્પલનો હાર પહેરાવી રોષ વ્યકત કર્યો

ભાવનગર2 દિવસ પહેલા
  • વિરોધ પ્રદર્શિત કરી રહેલા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ

ભાજપની સરકાર આવ્યા બાદ પેટ્રોલ-ડીઝલમાં સતત વધારો થઈ રહ્યો છે, વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ના ફોટાને જોડા- ચપ્પલ નો હાર પહેરાવી વિરોધ પ્રદર્શિત કરાયો હતો, છેલ્લા ત્રણ માસમાં 43 વાર સરકાર દ્વારા ભાવમાં વધારો ઝીંકાયો છે,

એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ વધારો માં દિવસેને દિવસે સતત વધારો કરવામાં આવે છે. છેલ્લા 13 માસની પેટ્રોલ-ડીઝલમાં 25 થી 29 રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે, ભાજપની સરકાર આવ્યા બાદ દરેક વસ્તુમાં ભાવ સતત વધ્યો છે, શાકભાજી અને તેલમાં પણ અસહ્ય ભાવ વધારો થયો છે, કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ પર નિયંત્રણ લાવવા માટે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, લોકોમાં પણ આ બાબતે ઉગ્ર રોષ છે, પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા સામે ભાવનગર કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી પાસે ઉગ્ર વિરોધ કરી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો, પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, ધારાસભ્ય કનુ બારૈયા, વિપક્ષ નેતા ભરતભાઇ બુધેલીયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા પદુભા ગોહિલ, મહિલા અગ્રણી પારૂલ ત્રિવેદી તેમજ કોર્પોરેટરો સહીત આગેવાનો અને કાર્યકરો જાેડાયા હતા અને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે દેખાવો કર્યા હતા. દરમિયાન પોલીસે આવી ધરણા પર બેઠેલા અને દેખાવો કરતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રજા બધુ સમજે છે, પહેલાના સમયમાં જ્યારે એક રૂપિયો વધતો હતો ત્યારે આજ ભાજપ પાર્ટી કેટલા બધા આંદોલન કરતા, છેલ્લા ત્રણ મહિનામાં 43 વખત ભાવવધારો થયો છે અને 13 મહિના એટલે કે લોકડાઉન દરમિયાન જ્યારે લોકોના રોજગાર ઘંઘા બંધ હતા ત્યારે 25 થી 29 રૂપિયા નો ભાવવધારો પેટ્રોલ અને ડીઝલ થયો છે, ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો વિકાસની મોટી મોટી વાતો કરે છે, હવે અમને ખબર પડી કે 100 ટકા વિકાસ થયો છે પણ પેટ્રોલ અને ડીઝલ ભાવવધારામાં.

અન્ય સમાચારો પણ છે...