તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકીય પક્ષોને કોરોના નડતો નથી?:કોરોનાના વધતા સંક્રમણમાં ભાવનગરમાં કોંગ્રેસે દબાણો દૂર કરવા મુદ્દે રેલી યોજી, સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂક્યો, કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યાં

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાં દબાણો દૂર કરવા મુદ્દે કોંગ્રેસે રેલી યોજી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા - Divya Bhaskar
ભાવનગરમાં દબાણો દૂર કરવા મુદ્દે કોંગ્રેસે રેલી યોજી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા
  • મનપા શહેરમાં દબાણો દૂર કરતા કોંગ્રેસમાં રોષ, મનપા વ્હાલા દવલાની નીતિ રાખતું હોવાનો આક્ષેપ

ભાવનગરમાં દબાણો દૂર કરવામાં કોર્પોરેશન વ્હાલા દવલાની નીતિ રાખી રહ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે રેલી યોજી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કાળીયાબીડના દબાણો 48 કલાકમાં દૂર કરવા રજૂઆત કરી હતી. છતાં હજી સુધી દૂર કરવામાં આવ્યા નથી. જો આ દબાણો દૂર નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો અને કોરોનાના નિયમોની ઐસીતૈસી કરી હતી. કોરોનાના વધતા સંક્રમણમાં કોંગ્રેસે રેલી યોજી કોરોના ગાઈડલાઈનનો ઉલાળ્યો કર્યો હતો.

કોર્પોરેશન કચેરીમાં કોંગ્રેસના કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો.
કોર્પોરેશન કચેરીમાં કોંગ્રેસના કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો.

કોર્પોરેશન કચેરીએ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થઈ સુત્રોચ્ચાર કર્યા હતા
ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ દબાણો દૂર કરવામાં તંત્ર દ્વારા વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવી રહી હોય તેવો આક્ષેપ કર્યો છે. કાળીયાબીડ વિસ્તારમાં ઘણા વર્ષોથી દબાણો કરવામાં આવ્યા છે તેના પર તંત્રની મીઠી નજર હોય દૂર કરવામાં આવતા નથી. જ્યારે અન્ય દબાણો દૂર કરાય છે. ત્યારે આજે દબાણો મામલે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી વિવિધ માર્ગો પર ફરીને કોર્પોરેશન કચેરીએ પહોંચી હતી અને કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.

રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી.
રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી.

કોરોનાના ભય વચ્ચે રાજકીય પક્ષો નિયમોનો ઉલાળ્યો કરી રહ્યાં છે
બોરતળાવની ડૂબની જમીન અને કાળીયાબીડમાં વર્ષોથી દબાણો ખડકાયેલા છે. આ માટે ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા સાધારણ સભામાં અનેકવાર પ્રશ્નો ઉઠાવ્યા હતા. એટલું જ નહીં દબાણ હટાવવાના મામલે ઉપવાસ આંદોલન પણ અનેકવાર કરવામાં આવ્યા હતા. ત્યારે આજ મુદ્દે વધુ એકવાર રેલી અને એ પણ જ્યારે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોનાના નિયમોને નેવે મુકીને સોશિયલ ડિસ્ટન્સના ધજીયા ઉડાડવામાં આવ્યા હ.તા સામાન્ય લોકો કોરોનાના નિયમનો ભંગ કરે તો તેને દંડ ફટકારવામાં આવે છે જ્યારે રાજકીય પક્ષોને કોરોનાના નિયમો લાગુ નથી પડતા તેવું લોકો કહી રહ્યાં હતા.

(ભરત વ્યાસ, ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો