તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી સ્પોર્ટ્સ:આંતર જિલ્લા ક્રિકેટ સ્પર્ધામાં ભાવનગર સિટીની ટીમ જાહેર, બોટાદ સામે 15મીએ પ્રથમ મેચ

ભાવનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ટીમની કરાયેલી ઘોષણા, 19 સભ્યોની પસંદગી કરાઇ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આંતર જિલ્લા ક્રિકેટ ટૂર્નામેન્ટ માટેની ભાવનગર સિટીની ટીમનો ઘોષણા કરવામાં આવી છે જેમાં કુલ 19 સભ્યોનો સમાવેશ કરાયો છે. 15મી ફેબ્રુઆરીએ ભાવનગર સિટીની પ્રથમ મેચ બોટાદ સામે ખેલાશે. 16મીએ ભાવનગર રૂરલ સામે બોટાદ તેમજ 17 ફેબ્રુઆરીએ ભાવનગર સિટી સામે ભાવનગર રૂરલની મેચ ભાવનગરના મેદાન ખાતે રાખવામાં આવી છે.

ભાવનગર સિટીની ટીમમાં જે 19 ખેલાડીની પસંદગી કરવામાં આવી છે તેમાં કર્ણવ રાઠોડ, ધાર્મિક જોષી, રૂદ્ર ભટ્ટ, રિઝવાન દલ, ભવદીપ ચૌહાણ, હર્ષ બુચ, જયદેવસિંહ ગોહિલ, દીપ બારૈયા, હિતેન કણબી, હર્ષવર્ધન રાયજાદા, પ્રતિક શિયાળ, પૃથ્વી ચૌહાણ, અંશ ગોસાઇ, ધર્માદિત્ય ગોહિલ, યુવરાજ સિંહોલ, રૂષિ ચૌહાણ, જૈનમ વિરાણી, મયુર મકવાણા અને જાવેદ દલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેલાડીઓ હવે ભાવનગર સિટી તરફથી આંતર જિલ્લા ક્રિકેટ સ્પર્ધામાં નેતૃત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો