ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસમાં સતત હળવા-ભારે ઝાપટા વરસી રહ્યાં છે. વચ્ચે વચ્ચે સૂર્યપ્રકાશ ખિલે છે અને સાથે શ્રાવણી સરવડા વરસતા રહે છે. ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે મહુવા, વલ્લભીપુર, ગારિયાધાર, સિહોર, ઘોઘા, પાલિતાણા અને જેસરમાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા. ભાવનગર જિલ્લામાં સરેરાશ વરસાદ 63.77 ટકા થયો છે. ભાવનગર જિલ્લામાં કુલ વાર્ષિક વરસાદની એવરેજ 617 મી.મી. છે તેની સામે આજે સાંજ સુધીમાં 389 મી.મી. વરસાદ વરસી ગયો છે.
ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે મેઘસવારી આવી પહોંચી હતી અને ભારે ઝાપટા સાથે 14 મી.મી. વરસાદ વરસી ગયો હતો. આજના 14 મી.મી. વરસાદ સાથે શહેરમાં કુલ વરસાદ 417 મી.મી. થઇ ગયો છે. જે શહેરના કુલ વાર્ષિક વરસાદ 739 મી.મી.ના 56.43 ટકા થાય છે.
મહુવામાં આજે 7 મી.મી. વરસાદ વરસી ગયો હતો. મહુવામાં કુલ વરસાદ 645 મી.મી. થયો છે એટલે સિઝનનો કુલ 99.69 ટકા વરસાદ વરસી ગયો હતો. હવે માત્ર 2 મી.મી. વરસાદ વરસે એટલે ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકો 100 ટકા વરસાદવાળો પ્રથમ તાલુકો બની જશે.
ભાવનગર જિલ્લામાં આજે વરસાદી માહોલ વચ્ચે વલ્લભીપુરમાં 6 મી.મી., ગારિયાધારમાં 5 મી.મી., સિહોરમાં પણ 5 મી.મી., ઘોઘામાં 4 મી.મી. પાલિતાણામાં 3 મી.મી. અને જેસરમાં 2 મી.મી. વરસાદ વરસી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.