તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોર્ટ્સ:કચ્છ સામે ભાવનગર સિટી પરાસ્ત : ટુર્ના.માંથી આઉટ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંડર-19 ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં
 • જૈનમ વિરાણીનો ઓલરાઉન્ડ દેખાવ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિઅેશન દ્વારા આયોજીત અંડર-19 આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટની નોકઆઉટ તબક્કાની આજે રમાઇ ગયેલી મેચમાં ભાવનગર સિટી ટીમનો પરાજય થતા ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગઇ છે. અત્રેના સર ભાવસિંહજી ક્રિકેટ કલબના મેદાન ખાતે પ્રવાસી કચ્છ રૂરલની ટીમે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે 50 ઓવર્સમાં 9 વિકેટે 189 રન નોંધાવ્યા હતા. જેમાં પ્રણવ ધાપાના 62 રન, જયપ્રકાશ મહંતોના 57 રન મુખ્ય હતા. ભાવનગર સિટી વતી તેઝ ગતિના ગોલંદાજ અને ચાલુ વર્ષે તમામ મેચોમાં શાનદાર દેખાવ કરનાર પૂર્વ ત્રિવેદીએ 3 અને જૈનમ વિરાણીએ 4 વિકેટો ચટકાવી હતી.

ભાવનગર સિટીની ટીમ પ્રમાણમાં આસાન જણાતા 190 રનના લક્ષ્યાંક સુધી પહોંચવામાં અસમર્થ રહી હતી અને 46 અોવરમાં 151 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જૈનમ વિરાણીએ ઓરાઉન્ડ દેખાવ કરવાની સાથે 49 રન, યશપાલ ગોહિલે 20 રન, દર્શક પરમારે 21 રન નોંધાવ્યા હતા. જયપ્રકાશ મહંતોએ 4 વિકેટ પ્રાપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો