ભાવનગર શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓની વિવિધ માંગણીઓને લઈ આજરોજ કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,
શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ વિવિધ માંગણીઓને લઈ આજરોજ ભાવનગરના કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, તેમાં વિવિધ માંગણીઓ જેવી કે, જાતિ જનગણના થવાથી પંચાયત ચૂંટણીમાં ઓબીસી અનામતનો લાભ મળતો નથી, ક્રિમિલિયર સર્ટિફિકેટ ઓબીસી વર્ગના લોકોને ક્રિમિલિયર સર્ટિફિકેટ નોકરી અને શિક્ષણમાં લેવું પડે છે તે સર્ટિફિકેટ હટાવવામાં આવે, ઓબીસી સમાજની અલગ રેજીમેન્ટ બનાવવામાં આવે, ઓબીસી સમાજનું અલગ મંત્રાલય બનાવવામાં આવે અને તેનું અલગ બજેટ ફાળવવું જોઇએ જેને યોજના બનાવી શકાય સહિતની વિવિધ માંગણીઓને લઈ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્ર વેળાએ ગુજરાત ઓબીસી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ ભરતભાઇ કોટીલા, શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ કાંતિભાઈ ગોહિલ, સતીષભાઈ ચૌહાણ, જે.બી ગોહિલ સહિત આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.