મોંઘવારીનો નવતર વિરોધ:ભાવનગર શહેર કૉંગ્રેસે મોંઘી થયેલી વસ્તુઓ પર ફૂલહાર કર્યા, વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત

ભાવનગર13 દિવસ પહેલા

ભાજપ સરકારના રાજમાં મોંઘવારી અને બેરોજગારી વધી છે ત્યારે શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ મસ્તરામ બાપાના મંદિર પાસે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં કઠોળની વસ્તુઓમાં ચણાદાળ, મગ, અડદદાળ, મીઠું, છાશ, ચણા, લોટ, દૂધ, દહીં, છાશ, ગેસનો બાટલો સહિતની ચીજ વસ્તુઓ પર ભાવ વધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા ટેબલ ઉપર તમામ વસ્તુઓ મૂકી હાર પહેરાવી નવતર વિરોધ કર્યો હતો, વિરોધ કરતા પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

ચીજ વસ્તુઓ ટેબલ પર મૂકી હાર પહેરાવી નવતર વિરોધ કર્યો
ભાવનગર શહેરના ચિત્રા ખાતે આવેલ મસ્તરામ બાપાના મંદિર પાસે શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્ન આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મગ, અડદદાળ, મીઠું, છાશ, ચણા, લોટ, દૂધ, દહીં, છાશ, ગોળ, પેકિંગ મળતો અનાજ વગેરે પર જીએસટીના અસહ્ય ભાવ વધારાના કારણે ભાવમાં વધારો થવાથી લોકોને બોજ વધી રહ્યો છે. તેના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા તમામ ચીજ વસ્તુઓ ટેબલ પર મૂકી હાર પહેરાવી નવતર વિરોધ કર્યો હતો.

'ભાજપ સરકારના અવિચારી અને પ્રજા વિરોધી નિર્ણયથી લોકોની મુશ્કેલી વધી'
ભાજપ સરકારના અવિચારી અને પ્રજા વિરોધી નિર્ણય પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યો છે. વધુમાં દેશમાં ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ભાજપ સરકારની અવિચારી, વિવાદાસ્પદ અગ્નિપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોની આકાંક્ષાઓને નષ્ટ કરી રહી છે. વધારામાં ભાજપ સરકાર દ્રારા ગરબા રમવા પર પણ 18 ટકા જીએસટી નાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...