તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધૂળેટી પર્વની ઉજવણી:ભાવનગર શહેરમાં આનંદ ઉલ્લાસભેર ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ, અબીલ-ગુલાલ અને કેસુડાના રંગે લોકો રંગાયા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર શહેર અને જિલ્લામાં રંગોત્સવના પર્વ ધૂળેટીનાં તહેવારની ઉજવણી કરવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ધૂળેટીમાં બાળકોએ શેરી-મહોલ્લાઓમાં ઠેર ઠેર એક બીજા પર રંગો નાખી ધૂળેટી પર્વેની હર્ષો ઉલ્લાસભેર સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી.

ભાવનગર શહેરમાં કોરોના વચ્ચે શેરીઓ, મહોલ્લા અને સોસાયટીમાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને વડીલોએ ઘરે ઘરે જઈને એકબીજાને રંગીને ધૂળેટીની ઉજવણી કરાઈ હતી. શહેરની વિવિધ સોસાયટી અને મહોલ્લાઓ, પોળોમાં પણ બાળકો અને યુવાનો-યુવતીઓએ એકબીજા ઉપર રંગબેરંગી કલર નાખી ધૂળેટી પર્વેની હર્ષો ઉલ્લાસભેર સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી.

હોળીની પરંપરાગત રીતે ઉજવણી કર્યા બાદ ધૂળેટીની રંગપર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે કોરોનાની ગાઇડલાઇન આપવામાં આવી છે. નાના-મોટા સૌ કોઈ અબીલ-ગુલાલ અને કેસુડાના રંગે રમી હતી. શેરીઓમાં અબીલ-ગુલાલથી યુવાનોએ ધૂળેટી રમતા જોવા મળ્યા હતા. ધૂળેટીની યાદગીરી માટે કેટલાય યુવક યુવતીઓ અબીલ ગુલાલ અને દેશી રંગથી રંગાઈને યાદગીરી માટે સેલ્ફી લેતા પણ નજરે ચડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો