તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને સમર્પણ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. પંડિત દીનદયાળ એકાત્મ માનવવાદના પ્રણેતા , “ હર ખેતકો પાની ઔર હર હાથકો કામ ” સૂત્રથી દેશના વિકાસ માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર હતા. આ કાર્યકમ અમદાવાદના કર્ણાવતીથી સમગ્ર રાજ્યમાં એકી સાથે ઉમેદવારો અને સંગઠનોને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે અંત્યોદયને જન જન સુધી પહોંચાડવાના શપથ લેવડાવ્યા હતા અને વડાપ્રધાન મોદીનો સંદેશો પણ આપ્યો હતો.
ભાવનગર શહેર પ્રમખુ રાજીવ પંડ્યા એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વિચારધારાના જ્યોતક પંડિત દિન દિયાળજીની 54મી પુણ્યતિથિ નિમિતે જે પંડિતજીના વિચારક અને સંગઠનાત્મક પ્રવર્તિઓની વિચારધારા આપી છે, તેવા દિન દિયાળજીની પુણ્યતિથિ નિમિતે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર ભાવનગર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ભવન ખાતે 52 એ ઉમેદવારો અને સંગઠનની ઉપસ્થિતમાં સંકલ્પ કરી પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ભાજપ શહેર પ્રમખુ રાજીવ પંડ્યા, પૂર્વ ગુજરાત પ્રદેશ અને હાલના ધારાસભ્ય જીતુભાઈ વાધાણી, મંત્રી વિભાવરીબેન દવે, મહામંત્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, અને આગામી ચૂંટણીના 52 ઉમેદવારો, અને કાર્યકરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.