તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ભાવનગર શહેર ભાજપ બક્ષીપંચ મોરચા ટીમ દ્વારા વૃદ્ધ સહાય અને વિધવા સહાયના ફોર્મ ભરી અપાયા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને અગવડતા ન પડે તે હેતુથી આયોજન કરાયું

ભાવનગર શહેરના આંબાવાડી વૃદ્ધાશ્રમ ખાતે ભાજપ બક્ષીપંચ મોરચા ભાવનગર શહેર ટીમ દ્વારા આજરોજ વિવિધ સહાયના ફોર્મ ભરી ને આપ્યા હતા.

શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને સરકારી સહાયમાં અગવડતા ન પડે અને વૃદ્ધાને સરળતાથી ફોર્મ મળી રહે અને તેઓને વૃધ્ધા સહાય, વિધવા સહાય સહિતના ફોર્મ ભરવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં આયુષ્માન ભારત ફોર્મ ભરી આપવામાં આવશે, હાલમાં વૃદ્ધ સહાય અને વિધવા સહાયના વિનામૂલ્યે ફોર્મ ભરી જે વૃદ્ધ છે તેમને સ્થળ પર સોગંદનામું અને આવકના દાખલાની વ્યવસ્થા કરી આપી આવનારા દિવસોમાં આયુષ્માન ભારત કાર્ડ વૃદ્ધાશ્રમમાં સ્થળ પર જ કાઢી આપવામાં આવશે.

ભાવનગરના ઉદ્યોગપતિ અને સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા એવા બુધાભાઈ પટેલ હંમેશા સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રહે છે અને ખૂબ સારા સૂચનો આપ્યા હતા અને સંસ્થા વિશે માહિતી આપી હતી, આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ભાવનગર શહેર પ્રમુખ ભલાભાઈ આહીર, ઉપપ્રમુખ આનંદભાઈ ચોહલા, ડો.એમ.જી.સરવૈયા, વૉર્ડના મહામંત્રી મયુરભાઈ સહિતના કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...