તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન સમારોહ:ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા વિશિષ્ટ પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભાસદોના તેજસ્વી તારલાઓને શૈક્ષણિક ઈનામ વિતરણ કરવામાં આવ્યું

ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા બેંકના સભાસદોના તેજસ્વી વિદ્યાર્થીઓ ને ઈનામ વિતરણ તથા સમાજમાં સેવાનું મહત્વપૂર્ણ યોગદાન પ્રદાન કરનાર સાહસિકોને ખાસ રીતે સન્માનિત કરવાનો કાર્યક્રમ શહેરના સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઑડિટોરીયમ ખાતે યોજાયો હતો.

ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા શહેરના સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી ઑડિટોરીયમ ખાતે બેંકના સભાસદોના તેજસ્વી છાત્રો ને ઈનામ વિતરણ તેમજ સાંપ્રંત સમાજમાં મહત્વપૂર્ણ સેવાઓ નું યોગદાન પ્રદાન કરનાર મહાનુભાવો નું વિશિષ્ટ સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અમિત ચાવડા, ભાવનગર જિલ્લા ભાજપના મહેન્દ્રસિંહ સરવૈયા, ખ્યાતનામ કટાર લેખક ભાવેન કચ્છી, અગ્રણી ઉદ્યોગપતિ નિશીથભાઈ મહેતા, નાગરિક સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય સહિતના નામીઅનામી અગ્રણીઓની બહોળી ઉપસ્થિતી વચ્ચે યોજાયો હતો.

આમંત્રિત મહેમાનોએ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓ ને ઈનામો વિતરણ કરવામાં આવ્યા હતા તથા વિશિષ્ટ સિદ્ધિ ધારકો જેમાં સમાજસીવી નિશિથભાઈ મહેતા, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બોડી બિલ્ડર મહેન્દ્ર શર્મા, સ્કાઉટ ગાઈડ માં દેશનું પ્રતિનિધિત્વ કરનાર હાર્દ પંડ્યા,યોગા ક્ષેત્રે નોંધપાત્ર પદાર્તપણ કરનારી યોગીની ઋચા ત્રિવેદી, રાષ્ટ્રીય સ્કેટિંગ ખેલાડી દેવાશુ ભટ્ટ,રેડક્રોસના સુમિત ઠક્કર, રિવર્સ ગલૅ હિતાશી વ્યાસ ને સન્માન પત્ર મોમેન્ટો અને શાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બેન્કના હોદ્દેદારો સભાસદો તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...