આતશબાજી:દિવાળી નિમિતે ભાવનગરમાં આતશબાજી સાથે મોડી રાત સુધી ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિપોત્સવ પર્વની શહેર-જિલ્લામાં ઉજવણી કરાઈ

અમાસના અંધકાર ત્યજીને પરમ તેજોમય પ્રકાશ તરફ લઈ જતાં સમય સાથે વિર વિક્રમસંવંત 2078નો આજે અંતિમ દિવસ એટલે દિવાળી, દિવાળીના રાત્રી દરમ્યાન ગાઢ અંધકારમાં ફટાકડાની આતશબાજી સાથે ભારતવર્ષ સાથોસાથ ગોહિલવાડમાં દિપાવલી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

હિંન્દુ વર્ષનો અંતિમ માસ એટલે આસોમાસ આસો માસના વદ પક્ષે અમાસના રોજ વર્ષો જૂની આદી પરંપરા મુજબ દિવાળી પર્વની ઉજવણી કરી હતી. ઘરે ઘરે દિવડાઓ પ્રગટાવી આબાલવૃદ્ધ સૌવ કોઈ આતશબાજીના અવસર સાથે વિર વિક્રમસંવંત 2079ને વધાવી હતી, ભાવનગર શહેર-જિલ્લામાં દિવસોથી ચાલી રહેલી દિપોત્સવ પર્વ શ્રૃંખલાની તૈયારીઓ લોકો એ પૂર્ણ કરી હતી અને આજે નવો સૂર્યોદય થાય એવો ઝગમગાટ સાથે નવા વર્ષને વધાવ્યુ હતું.

આનંદ, ઉમંગ, ઉત્સાહનુ તેજોમય પર્વ એટલે દિપાવલી-નૂતનવર્ષ આમ તો દિપોત્સવ પર્વ શ્રૃંખલાની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. દિવાળીથી સળંગ પાંચ દિવસ એટલે કે લાભ પાંચમ સુધી પર્વોની ઉજવણીઓ નો દૌર યથાવત રહેશે બેસતાં વર્ષનાં દિવસે દુકાનો-પેઢીઓ ફેક્ટરીઓ સહિતના વ્યવસાયી-વાણીજ્યક એકમોમાં શુકનવંતુ મહૂર્ત કરવામાં આવશે તો અનેક લોકો લાભ પાંચમથી મહૂર્ત સાથે વ્યવસાયી એકમો ફરી શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...