તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષોનું જતન:ભાવનગરના ઉદ્યોગપતિ ઇચ્છા શહેરને બેંગ્લોર જોવું ગ્રીન સીટી બનાવવાની, અત્યાર સુધીમાં 5 હજાર વૃક્ષો વાવ્યા

ભાવનગર7 દિવસ પહેલાલેખક: મહેશ ડાભી
  • ભાવનગરના યુવા ઉદ્યોગપતિએ રોજ અનેક વૃક્ષોને જાતે પાણી પાઈને જતન કરે છે
  • રોજ દિવસના 4 કલાક આ કામ માટે પસાર કરે છે

પર્યાવરણ માટે અનન્ય પ્રેમ ધરાવનાર અને ભાવનગર શહેરને બેંગ્લોર જેવું ગ્રીનસીટી બનાવવાનું સ્વપ્ન ધરાવનાર દેશની અગ્રણી આયુર્વેદિક ઉત્પાોક કંપનીમાની એક એવી શેઠ બ્રધર્સના માલિક એવા દેવેનભાઈ શેઠ છેલ્લા 10 વર્ષથી પોતાના ભાવનગર શહેરને બેંગ્લોર જેવું હરીયાળુ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે.

બેંગ્લોર જેવું ગ્રીનસીટી બનાવવું છે
પર્યાવરણ પ્રત્યે તેને પ્રેમ છે, શોખ છે અને કલ્પી ન શકાય તેવી ધુન છે રાત્રે સ્વપ્નમાં પણ બીજા દિવસે કઈ જગ્યાએ કેટલા વૃક્ષો નાખવાના છે કયા પાણી પાવા જવાનું છે એવું બધુ જ આવતું હોય છે દેવેનભાઈ શેઠને નાનપણથી જ કુદરતી વાતાવરણવાળા સ્થળો પ્રત્યે લગાવ રહ્યો છે, લીલી હરીયાળામાં કુદરતના ખોળે કલાકો સુધી બેસી કુદરતની રચનાને માણવાનો દેવેનભાઈ ને જબરો શોખ છે, નાનાપણમાં બેંગ્લોર ગયા હતા ત્યારે ત્યાંની હરીયાળી જોઈ એટલા પ્રભાવિત થયા હતા કે મનોમન નકકી કરી નાખ્યું હતું કે મારે મારા ભાવનગરને બેંગ્લોર જેવું ગ્રીનસીટી બનાવવું છે, પોતાના બિઝનેસમાં સતત વ્યસ્તતાના કારણે તેમનું આ સ્વપ્ન મનમાં જ રહી ગયું હતું.

10 વર્ષ પહેલા 1111 લીમડાના વૃક્ષો વાવ્યા
આજથી 10 વર્ષ પહેલા કોર્પોરેશન દ્વારા શહેરમાં 1111 લીમડાના વૃક્ષો વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, દેવેનભાઈ આનાથી ખુબ ખુશ થયા હતા પરંતુ કોર્પોરેશન દ્વારા આ વૃક્ષોને નિયમિત પાણી પાવાતું ન હોવાથી મોટા ભાગના વૃક્ષો કરમાવા માંડ્યા હતાં આ જોઈને દેવેનભાઈનો જીવ બળતો હતો, પરંતુ આ વૃક્ષોને પાણી પાવું કઈ રીતે...? દેવેનભાઈને એક વિચાર આવ્યો અને તેઓ એસ.યુ.વી. કારમાં ઘણી જગ્યા છે તેમણે 10-10 લીટરના પાણી પાવા માટેના કેરબા મંગાવ્યા અને ઘરેથી રોજ કારની ડીકીમાં અને પાછળની સીટમાં કુલ 40 જેટલા કેરબા ભરીને ઓફિસ જતા રસ્તામાં જેટલા વક્ષો આવે એને કારમાંથી નીચે ઉતરી કેરબા દ્વારા પાણી પાતા જાત ખાલી થયેલા કેરબા ઓફિસેથી ફરી ભરાવી લેતા અને ઘરે આવતા બીજા 40 વૃક્ષોને પાણી પાઈને જ ઘરે આવતા, વૃક્ષો તો ઘણા જ વાવામાં આવ્યા હતા.

40-40 કેરબા ભરીને વૃક્ષોને પાણી પાવા લાગ્યા
દેવેનભાઈને લાગતા સવારના પોતાના કસરત કરવાના સમયના ભોગે બે વાર 40-40 કેરબા ભરીને વૃક્ષોને પાણી પાવા લાગ્યા. આ ક્રમ 2016 સુધી એટલે કે સતત સાત વર્ષ સુધી ચાલ્યો, આ દરમિયાન દેવેનભાઈને વિચાર આવ્યો કે હું જ એક પર્યાવરણ માટેની સંસ્થાની સ્થાપના કરું અને તેમણે 2011ને 5 જુને વિશ્વ પર્યાવરણના દિવસે ગ્રીનસીટી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. આ સંસ્થામાં તેમના પયાવરણ પ્રેમી મિત્રો પણ જોડાયા હતા.

સ્થાપનાના દિવસે પ્રથમ વૃક્ષ વૈષ્ણવ સંપ્રદાયના ગુરૂદેવ એવા આનંદબાવાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, પ્રથમ વર્ષે જ દેવેનભાઈએ 1000 વૃક્ષોનું વૃક્ષારોપણ ટી - ગાર્ડ સાથે ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં કર્યું હતું. તેઓ આની નિયમિત કાળજી લેતા હતા, પોતે રોજ 160 વૃક્ષોને પાણી પાતા આ ઉપરાંત વૃક્ષોને પાણી પાવા તેમને માણસોને ને પણ રાખ્યા, જે રોજ નિયમિત વૃક્ષોને પાણી પાતા, વૃક્ષોને નીયમિત પાણી મળે તે જોવું, ખાતર નખાવવું, કયારને ગોઠવવા, બાળી ગયેલા વૃક્ષની જગ્યાએ બીજુ વૃક્ષ વાવવું, વૃક્ષો માટેનું ડોનેશન મેળવવું, કોર્પોરેશનમાંથી મંજુરી મેળવવી, વિગેરે તમામ કામ દેવેનભાઈ એકલા હાથે કરતા, આજ સુધીમાં દેવેનભાઈ શેઠ એ કુલ 700 જેટલા વૃક્ષો ભાવનગર શહેરમાં ટ્રી - ગાર્ડ સાથે નાખ્યા છે અને તેનો કાળજીપૂર્વક ઉછેર કર્યો છે.

આ માટે તેમને વજ્ર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આ ઉપરાંત ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો ‘ગુડ કમ' એવોર્ડ દિલ્હી ખાતે જેકી શ્રોફના હસ્તે મળેલ, આ માટે સંત મોરારીબાપુના હસ્તે પણ દેવેનભાઈ શેઠનું સન્માન કરવામાં આવેલ, રાજયના મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા પણ દેવેનભાઈ શેઠને તેમની પર્યાવરણ માટેની સરાહનીય કામગીરી માટે એવોર્ડ મળ્યા છે.

97 % વૃક્ષો ઉછરીને મોટા થઈ ગયા
દેવેનભાઈ શેઠે કરેલા વૃક્ષારોપણમાંથી 97 % વૃક્ષો ઉછરીને મોટા થઈ ગયા છે આજ એમની પર્યાવરણ માટેની નિષ્ઠા બતાવે છે ડોનરે આપેલ ડોનેશનનો એક રૂપિયો પણ નકામો ન જવો જોઈએ એ માટે તેઓ કોઈપણ વૃક્ષ કોઈપણ કારણસર સુકાઈ જાય, બળી જાય તો બીજા જ દિવસે માળી પાસે એ ટી - ગાર્ડમાં બીજું નવું વૃક્ષ નખાવી દે છે. આ માટે તેઓ સતત જયા – જયા વૃક્ષારોપણ થયું હોય ત્યાં તપાસ કરતા રહે છે આ બધું કરવા તેઓ રોજ દિવસના 4 કલાક આ કામ માટે પસાર કરે છે આ કાર્ય માટે સંસ્થાને કુલ ખર્ચના 50 ટકા જેટલું ડોનેશન આવે છે. બાકીની 50 ટકા રકમ દેવેનભાઈ શેઠ પોતે ખર્ચે છે, તન - મન - ધનથી પર્યાવરણ માટે - શહેરને હરીયાળુ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે.

5000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું
​​​​​​​આજની તારીખમાં ગુજરાતમાં ગાંધીનગર પછી ભાવનગર શહેર બીજા ક્રમે હરીયાળા શહેર તરીકે પ્રસ્થાપિત થયેલું છે દેવેનભાઈ શેઠની આ પર્યાવરણીય પ્રવૃતિથી પ્રેરાયને લોકોમાં પણ પર્યાવરણ માટે ખૂબ જાગૃતિ આવી છે લોકો પોતાના ફળીયામાં દર વર્ષે વૃક્ષારોપણ કરતા થયા છે. ભાવનગરના એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, એસ.ટી. સ્ટેન્ડ સહિતની અનેક સરકારી ડિપાર્ટમેન્ટમાં, શહેરની અનેક શાળા - કોલેજોના પટાંગણમાં, મંદિરોની ખુલ્લી જગ્યામાં, અનેક પ્રાઈવેટ સોસાયટીની ખુલ્લી ​​​​​​​જગ્યામાં આશરે 5000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે અને તેનું જતન કરી તેનો ઉછેર કર્યો છે. દેવેનભાઈ શેઠના જીવનમાં એક જ મંત્ર રહેલો છે “કર્મ એ જ ધર્મ છે”

વૃક્ષોને ઉભા કરી ટેકા બાંધીને બચાવી લીધા
​​​​​​​દેવનભાઈએ જણાવ્યું હતું કે કોરોનાની હજી સુધી દવા શોધાઈ નથી, કોરોનાથી બચવા સૌથી અગત્યનું છે આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ અને વનસ્પતિઓ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવા ખુબજ ઉપયોગી છે જેમાં ખાસ કરી ને ગળો આનું ઉત્તમ ઔષધ છે, આ ઉપરાંત ત્રીકટુ, તુલસી, હળદર, અશ્વગંધા વિગેર ઘણી જ ઉપયોગી સાબિત થઈ છે, ભાવનગર શહેરમાં તોઉ-તે વાવઝોડાને કારણે અનેક વૃક્ષો ઘરાશાઈ થયા હતા જેને લઈ ગ્રીન સિટી દ્વારા એક હજારથી વધુ વૃક્ષોને ઉભા કરી ટેકા બાંધીને બચાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...