તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ભાવનગરના ઉદ્યોગકારે કોરોનાની લડતમાં મદદરૂપ થવા PM કેર ફંડમાં 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોગદાન આપનારા મુનીશ બંસલનો કલેકટરે આભાર માન્યો

કોરોના કાળમાં રાજ્ય સરકાર સાથે ખભેખભો મિલાવી સેવાભાવી સંસ્થાઓ સાથે નાગરિકો પણ પોતાનું નાનું મોટું યોગદાન આપીને દેશ પર આવી પડેલ કોરોનાની આફતમાંથી ઉગરવાં માટે યતકિંચિત ફાળો આપી રહ્યા છે, ગુજરાત તેની સખાવત પ્રવૃત્તિ માટે જાણીતું છે જ્યારે-જ્યારે સમાજ પર આફત આવી પડે છે ત્યારે આ દાનવૃત્તિ ખરાં અર્થમાં બહાર આવીને ઝળકે છે.

મુનીશભાઇના સગાં કપૂર બંસલ દ્વારા સર ટી. હોસ્પટલ માટે દરરોજ રૂા.50 હજારનો ઓક્સિજન ભરાવી આપવામાં આવે છે. આ ઉપરાંત તેમણે સર ટી. હોસ્પિટલમાં રૂા.30 લાખના મેડિકલના સાધનો આપ્યાં છે તે જાણીને તેમણે પણ સમાજ માટે કંઇક કરવું જોઇએ તેવી ઉદ્દાત ભાવથી પ્રેરાઇને આજે કલેક્ટરને આ માટેનો રૂા.5 લાખનો ચેક પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરાવવા માટે આપ્યો હતો.

શીપ બ્રેકિંગનો ધંધો કરતાં મુનીશભાઇ કહે છે કે, દેશ પર આવી પડેલ આ મહામારીના સમયમાં ભારતના દરેક ભારતીય નાગરિક દ્વારા નાનું-મોટું યોગદાન આપવામાં આવે તો આપણે કોરોનાની મક્કમતાથી સામનો કરી શકીશું, તેમના દ્વારા અપાયેલું દાન સિધ્ધ કરે છે કે, તેઓ માત્ર શીપ બ્રેકિંગ કરવાનું જ નથી જાણતાં દરેક ભારતીયના દિલને જોડી રાખવાનું પણ સારી રીતે જાણે છે, દેશમાં જે રીતે કોરોનાનો વ્યાપ વધ્યો છે તેને ખાળવાં રાજ્ય સરકાર સાથે તમામ લોકોએ પણ એક ભારતીય તરીકે લડવું જરૂરી છે તો જ તેની આપણે તેને દેશવટો આપી શકીશું.

કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ ભાવનગર જિલ્લાના નાગરિક તરીકે દેશ માટે આવું દાયિત્વ નિભાવવાં માટે મુનીશભાઇ બંસલને અભિનંદન આપ્યાં હતાં, દેશ માટેની આવી કર્તવ્યનિષ્ડાથી જ દેશ કોરોના જેવી મહામારીનો મુકાબલો કરી શકે છે તેવી ભાવના પણ તેમણે આ અવસરે પ્રગટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...