ભાવનગર શહેરના ભાજપના અગ્રણી અને પૂર્વ નગરસેવક મહેશ અડવાણીએ સોશિયલ મીડિયામાં કેટલીક ભાજપ પક્ષ વિરોધની પોસ્ટ મૂકી હોવાથી ગત રવિવારે ભાજપ શહેર પ્રમુખે શો કોઝ નોટિસ ફટકારી હતી અને ખુલાસો પૂછ્યો હતો, જેને લઈ તેણે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું, તેઓ સિંધી સમાજના અગ્રણી છે ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોસ્પિટલ વેળાએ મુલાકાત આવ્યા હતા ત્યારે તેની મુલાકાત ભાવનગર એરપોર્ટ ખાતે થઈ હતી.
હાલ કોઈ રાજ્ય પાર્ટીમાં છોડવાનું વિચાર્યું નથી
પાર્ટીની વિરુદ્ધ પોસ્ટ મૂકવી તે શિસ્ત ભંગ છે તેથી લોકો જ નોટિસ આપી ત્રણ દિવસમાં જવાબ માગ્યા હોવાનું શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું. પ્રમુખે શો કોઝ નોટિસ આપતા મંગળવારે ભાજપ કાર્યકર અને પૂર્વ નગર ભાજપના પક્ષના પ્રાથમિક સભ્ય પદ્ધતિ રાજીનામું આપ્યું છે, તેઓએ રાજીનામાં રાજીનામા નો કાગળ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને મોકલ્યો હોવાનું જણાવેલ છે, આ અંગે પૂર્વ નગરસેવક અડવાણીએ પૂછતા તેઓ જણાવ્યું હતું કે શહેરની રોડ સહિતની સમસ્યા અંગે ધ્યાન દોરતા હતા તે શહેર ભાજપ પ્રમુખને ગમતું ના હતું સેવા કરવા આવ્યો છું હું સંઘનો કાર્યકર છું, હાલ કોઈ રાજ્ય પાર્ટીમાં છોડવાનું વિચાર્યું નથી, ભાજપ કાર્યકર અને પૂર્વ નગરસેવક છે, ભાવનગર શહેર અને ભાજપ અગ્રણીઓમાં વિવાદ જામ્યો છે,
સોશિયલ મીડિયામાં ભાજપ વિરુદ્ધ પોસ્ટ મુકતા હતા
ભાવનગર ભાજપના પૂર્વ નગરસેવક અને સિંધી સમાજના અગ્રણી મહેશ અડવાણીને ભાજપે પાઠવી શો કોઝ નોટિસ પાઠવી હતી, મહેશ અડવાણી છેલ્લા થોડા સમયથી પૂર્વના ધારાસભ્ય અને ભાજપ વિશે સોશિયલ મીડિયામાં ભાજપ વિરુદ્ધ પોસ્ટ મુકતા હતા, જેને લઈ ભાવનગર ભાજપે શો કોઝ નોટિસ પાઠવતાની સાથે જ મહેશ અડવાણી એ ભાજપ માંથી પોતાનું રાજીનામું આપી દીધું, આ રાજીનામુ આપ્યા બાદ મહેશ અડવાણી આપ નેતા અરવિંદ કેજરીવાલની મુલાકાત સમયે તેમને મળ્યા હતા, મહેશ અડવાણી આપમાં જોડાઈ શકે તેવી શકયતાઓ છે,
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.