તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચુંટણી:ભાવનગર ભાજપ કાર્યાલયે મોડી રાત્રે અસંતુષ્ટોનો જમાવડો

ભાવનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કડવા પાટીદાર સમાજમાંથી કોઇને ટિકીટ ન મળતા રોષ, કુંભાર, દરજી, મોચી સમાજમાં પણ કચવાટ

ભાવનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપ દ્વારા જાહેર કરેલા ઉમેદવારોમાં જ્ઞાતિના સમીકરણનું બેલેન્સ નહી જળવાતા ઘણી જ્ઞાતિના આગેવાનોમાં નારાજગી ફેલાઈ હતી. કડવા પાટીદાર સમાજમાંથી એક પણ ટિકિટ નહીં અપાતા જ્ઞાતિના હોદ્દેદારો રજૂઆત માટે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને મોડીરાત્ર સુધી ભાજપ કાર્યાલયે અસંતુષ્ટોનો જમાવડો હતો. ભાજપ દ્વારા કોર્પોરેશનની ચૂંટણીમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજમાંથી ટિકિટ આપે છે. આ વર્ષે કડવા પાટીદાર સમાજના આગેવાનોને ટિકિટ ફાળવણી માટે ખાતરી આપી હતી.

તેમ છતાં આજે જાહેર કરેલા ઉમેદવારોમાં એક પણ કડવા પાટીદાર સમાજમાંથી ઉમેદવારની પસંદગી નહીં કરાતા કડવા પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. અને કડવા પટેલ સમાજના આગેવાનો ભાજપ કાર્યાલય પહોંચી કડવા પાટીદાર સમાજમાંથી ટિકિટ આપવા માગણી કરી હતી. કડવા પાટીદાર સમાજ ઉપરાંત કુંભાર, દરજી, મોચી સહિતની ઓછી વસ્તી ધરાવતા સમાજમાંથી એક પણ ટિકીટ નહી ફાળવતાં નાની-નાની જ્ઞાતિમાં પણ કચવાટ ફેલાયો છે. તદુપરાંત કાળીયાબીડ ક્ષત્રિય સમાજમાં પુરૂષને ટિકિટ આપવાની માગણી કરવા સાથે છેક પ્રદેશ સુધી પહોંચ્યા હોવા છતા મહીલાને ટિકિટ આપતા તેમાં પણ આગામી દિવસોમાં નવા જુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો