તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાણવાયુનું પ્રોડકશન:ગુજરાતમાં ભાવનગર બન્યું ઓક્સિજન ઉત્પાદનનું હબ, મહામારીમાં જિલ્લામાં ધમધમી રહ્યા છે 18 ઓક્સિજન પ્લાન્ટ

ભાવનગર3 મહિનો પહેલા
  • શ્રી રામ ગ્રુપનું સૌથી મોટું સેક્ટર હોવાથી ત્યાં જ રોજના 108 ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે

હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં 400 ની આજુબાજુ રોજ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે જેમાં મોટાભાગના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ રહી છે હાલ ભાવનગર શહેરમાં હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે આવા સંજોગોમાં કેટલાક દર્દીઓ ઘરે પણ સારવાર લઇ રહ્યા છે અને તેમને પણ ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત ઊભી થઇ છે. કોરોનાની બીજી લહેરમાં જે પ્રમાણે ના કેસ આવ્યા છે જેમાં મોટાભાગના કેસોમાં દર્દીને ઓક્સિજન ઘટી જવાના કિસ્સા વધ્યા છે, ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં સામાન્ય સ્થિતિની જગ્યાએ આ વખતે ચાર ગણી ઓક્સીજનની જરૂરિયાત ઊભી થઇ છે. પરંતુ કેટલી સેવાભાવી સંસ્થા ઓ લોકો ને ઘરે ફ્રી માં ઓક્સિજન પૂરો પાડી રહી છે.

જો કે ભાવનગર માટે મહત્વની બાબત એ છે કે સમગ્ર ગુજરાતમાં જેટલું ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે તેમાંથી મોટાભાગનું ઉત્પાદન એકલા ભાવનગરમાં થાય છે. ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ તેમજ રોલિંગ મિલોને લઈને મોટા પ્રમાણમાં ભાવનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે, હાલ સરકાર દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે કે આ દરેક ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી માણસને બેસાડી દેવામાં આવેલ છે અને ત્યાંથી ઓક્સિજનનો જથ્થો દરેક હોસ્પિટલને તેમની જરૂરિયાત મુજબ મળી રહે તે માટેનું આયોજન થઈ રહ્યું છે અને હાલના સંજોગોમાં તેમજ ભવિષ્યમાં ભાવનગરને ઓક્સિજનની તંગી નહીં પડે.

આઈ.એમ.એ ના પ્રમુખ ડો.દર્શન શુક્લાએ જણાવ્યું હતું કે એક જ ખાનગી હોસ્પિટની ગણતરી અંગે વિગત આપી હતી કે સામાન્ય આ સ્થિતિમાં એક હોસ્પિટલમાં ત્રણથી ચાર દર્દીઓ આઈસીયુમાં રહેતા હતા, પરંતુ કોરોનાના કાળ દરમ્યાન 16 કરતા વધુ દર્દીઓ આઈસીયુમાં હોય છે. એટલે કે દર્દીની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે. તેની સામે એક હોસ્પિટલમાં 40 થી 50 ઓક્સિજનની બોટલો ની જરૂર પડતી હતી પરંતુ હવે 150 કરતાં વધુ બોટલો પણ ઓછી પડી રહી છે. આવી સ્થિતિમાં ભાવનગરની દરેક ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં પણ છે.

રોજના આશરે 18,000 સિલિન્ડરો ભરાય છે
ભાવનગર જિલ્લામાં આવેલા 18 જેટલા ઓક્સિજન પ્લાન્ટમાં રોજના આશરે 18,000 સિલિન્ડરો ભરાય છે જેમાંથી આશરે 1,71,000 લીટર ઓક્સિજન માત્ર માનવ જિંદગી માટે પૂરો પાડવામાં આવી રહ્યો છે. ઓક્સિજનની ભારે અછતને પગલે રોલિંગ મિલમાં જતો ઓક્સિજન બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી રોલિંગ મિલ અને ફરનેસ જેવા પ્લાન્ટ હાલ મેડિકલ ક્ષેત્રે ઓક્સિજન આપવાનો હોવાથી સંપૂર્ણપણે બંધ છે.

18 પ્લાન્ટમાં કુલ કેટલું ઉત્પાદન અને શું ભાવ?
સિહોરમાં 6 જેટલા ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે જેમાં રોજના આશરે 800 થી 1000 સિલિન્ડર નીકળી રહ્યા છે. જ્યારે અલંગમાં 12 પ્લાન્ટ આવેલા છે. જેમાં શ્રી રામ ગ્રુપનું સૌથી મોટું સેક્ટર હોવાથી ત્યાં રોજના 108 ટન એટલે 12,000 આસપાસ ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવી રહ્યા છે. આમ સિહોર અને અલંગના પ્લાન્ટના કુલ આશરે 16 થી 17 હજાર સિલિન્ડર ઓક્સિજન ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આમ જોઈએ તો 1,71,000 હજાર લીટર આસપાસ ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે.

માત્ર 248 રૂપિયામાં એક સિલિન્ડર
ભાવનગર જિલ્લામાં કલેક્ટરના આદેશ મુજબ એક સિલિન્ડર માત્ર 248 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે. એક સિલિન્ડરમાં 9.50 લીટર ઓક્સિજન આવે છે. રોલિંગ મિલ એસોસિયેશન પ્રમુખ હરેશભાઇ સચદેવાએ જણાવ્યું હતું કે રોલિંગ મિલો અને ફરનેસ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે આ ઓક્સિજન એ માનવ જિંદગી મહત્વની હોવાથી રોલિંગ મિલો બંધ કરી દેવાઈ છે અને હાલ સંપૂર્ણ ઓક્સિજન મેડિકલ ક્ષેત્રે સેવા માટે આપવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...