તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી સ્પોર્ટ્સ:ભાવનગર બાસ્કેટબોલ લીગ રમાશે : 8 ટીમો વચ્ચેની સ્પર્ધા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના આંગણે સૌપ્રથમ વખત આયોજન
  • સિદસર સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે દર શનિ-રવિ ટુર્ના. રમાશે

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બાસ્કેટબોલ એસોસિએશન, યગસ્ટર્સ બાસ્કેટબોલ કલબની યંગ કમીટી દ્વારા ભાવનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ક્રિકેટની ખ્યાતિપ્રાપ્ત ઇન્ડીયન પ્રીમયર લીગ (આઇપીએલ)ની જેમ ભાવનગર બાસ્કેટબોલ લીગનું આયોજન આગામી સપ્ટેમ્બર માસના દર શનિ-રવિવારે કરવામાં આવ્યુ છે. આ ટુર્નામેન્ટ અંગેની માહિતી આપતા ગુજરાત બાસ્કેટબોલ એસો.ના પ્રમુખ, ઇન્ડીયન બાસ્કેટબોલ ટીમના સિલેક્ટર શક્તિસિંહ ગોહિલ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યુ હતુકે, સમગ્ર ભાવનગરમાંથી 550 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ.

જેમાંથી ટુર્નામેન્ટ માટે 256 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. અંડર-19, 16, 18 અને સિનિયર માટે 128 ખેલાડીઓ બોયઝ ટુર્નામેન્ટ માટે અને 128 ખેલાડીઓ ગર્લ્સ ટુર્નામેન્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે. મેચ દરમિયાન દરેક ટીમ વતી 3 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.

જુદા જુદા વય જૂથમાં આ ટુર્ના. રમાશે. સમગ્ર ટુર્નામેન્ટને મધુ સિલિકા પ્રા.લિ. દ્વારા પ્રાયોજીત કરવામાં આવેલી છે. અને એમ.જી.ટીએમએક્સ, નમન ટીએમએક્સ, નિલમબાગ પેલેસ હોટલ, નવયુગ કેમિકલ્સ,દેવપાલ મોટર્સ, પનિલા કેમિકલ્સ, રાજર્ષિ મોટર્સ, રૂદ્ર ટીએમટી દ્વારા આઠ ટીમોના માલીકી હક્ક ધારણ કરવામાં આવ્યા છે.

સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ઇનડોર હોલમાં રમાનાર આ ટુર્નામેન્ટ કુલ 284 મેચો રમાડવામાં આવશે. સરકારની કોરોના અંગેની ગાઇડલાઇન પ્રમાણે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. ભાવનગરમાં પ્રથમ વખત આવા પ્રકારની બાસ્કેટબોલ લીગ રમાઇ રહી હોવાથી ખેલકૂદપ્રેમી જનતામાં અને ખેલાડીઓમાં ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...