તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાસ્કેટબોલ ટુર્નામેન્ટ:ભાવનગર બાસ્કેટબોલ લીગ દ્વારા સૌપ્રથમ વખત શહેરમાં ટુર્નામેન્ટ નું આયોજન કરાયુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 128 છોકરા તથા 128 છોકરીઓ કુલ 256 પ્લેયર્સ આ ઈવેન્ટમાં ભાગ લેશે

ભાવનગર બાસ્કેટબોલ લીગના ઉપક્રમે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત ભાવનગર શહેરનાં આંગણે બાસ્કેટબોલ લીગનુ આયોજન શહેરના જ ઉદ્યોગ જગતનાં માધાંતાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. જેમાં 128 છોકરા તથા 128 છોકરીઓ મળી કુલ 256 ખેલાડીઓ ભાગ લેશે.

બાસ્કેટબોલ ક્ષેત્રે ભાવનગર શહેરનું વર્ષોથી દેશને મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સ્વર્ગસ્થ કિરીટ ઓઝા જેવાં ખેલાડીઓ ભાવનગરની જ દેણ છે. ત્યારે શહેરમાં વસતાં નવ યુવાઓમાં છુપાયેલ સુષુપ્ત શક્તિ ઓને પ્લેટફોર્મ આપવા માટેનો ઉમદા પ્રયાસનું સુંદર બિડુ ભાવનગર બાસ્કેટબોલ લીગ દ્વારા ઝડપાયુ છે. આગામી સપ્ટેમ્બર માસથી દર શનિ-રવિવારે શહેરના સિદસર સ્થિત સ્પોર્ટ્સ સંકૂલ ખાતે બાસ્કેટબોલ ટુર્નામેન્ટ યોજાશે.

આ ટુર્નામેન્ટમાં શહેરના જ 128 છોકરા તથા 128 છોકરીઓ મળી કુલ 256 પ્લેયર્સ આ ઈવેન્ટમાં પોતાની પ્રતિભા પ્રકાશિત કરશે. આ ઈવેન્ટને ભાવનગરના ખ્યાતનામ ઉદ્યોગ જગતનાં અગ્રણીઓ સપોર્ટ કરશે જેમાં મુખ્ય સપોર્ટર તરીકે મધુસિલીકા કંપની રહેશે. આ ટુર્નામેન્ટ માટે 550 જેટલાં પ્લેયર્સોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 256 ખેલાડીઓની પસંદગી આંતર રાષ્ટ્રીય બાસ્કેટબોલ પ્લેયર્સ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં સૌપ્રથમ વાર યોજાનાર આ બાસ્કેટબોલ લીગના આયોજનનો મુખ્ય હેતુ ભાવનગરના ખેલાડીઓને નવા આયામ સુધી પહોંચાડવાનો છે. આ ઈવેન્ટમાં ભાવનગર રાજવી પરિવાર પણ સપોર્ટ કરવા સાથે સ્પોન્સર કરશે. આ ઈવેન્ટનું સફળતાપૂર્વક આયોજન સંપન્ન થયે રાજ્ય તથા નેશનલ કક્ષાએ પણ આયોજનની ઉમદા નેમ આયોજકો ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...