તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ભાવનગર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન 16મી ફેબ્રુઆરીથી દૈનિક કરાશે, કોરોનાથી અનિશ્ચિતતાની ગર્તામાં ધકેલાઇ ગયેલી

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાથી અનિશ્ચિતતાની ગર્તામાં ધકેલાઇ ગયેલી

કોરોનાની શરૂઆતથી બંધ કરવામાં આવેલા ટ્રેન વ્યવહારની જપટે ચડી ગયેલી ભાવનગર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન બાદમાં સપ્તાહમાં ત્રણ વખત ચલાવવામાં આવી રહી હતી. મુસાફરોની ભારે માંગ અને વધુ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રેલ તંત્ર દ્વારા આગમી તા.16મી ફેબ્રુઆરીથી આ ટ્રેન પુન: દૈનિક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભાવનગર-બાંદ્રા ટ્રેન હાલ સપ્તાહમાં ત્રણ વખત ચાલી રહી છે. ભાવનગર અને મુંબઇ વચ્ચે હેવી ટ્રાફિકને કારણે મુસાફરોને ભારે અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ભાવનગર-બાંદ્રા દૈનિક ટ્રેન ભાવનગર ખાતેથી 16મી ફેબ્રુઆરીએ ઉપડશે. પાલિતાણા જૈન યાત્રાધામ હોવાને કારણે સમગ્ર મહારાષ્ટ્રમાંથી યાત્રાળુઓ જાત્રા કરવા માટે આવે છે, અને તેઓના માટે બાંદ્રા ટ્રેન અત્યંત્ય અનુકુળ પરિવહન માધ્યમ સાબિત થઇ રહ્યું હતુ.

ભાવનગર-બાંદ્રા ટ્રેન સપ્તાહમાં ત્રણ વખત જ ચાલી રહી હોવાથી મુસાફરોને ટ્રેનની ઉપલબ્ધતા મુજબ પોતાની યાત્રા ગોઠવવી પડતી હતી. ભાવનગરને મુંબઇ સુધીનો દૈનિક હવાઇ યાત્રા બાદ પુન: દૈનિક ટ્રેન વ્યવહાર ઉપલબ્ધ કરાવવામાં આવતા મુસાફરોને રાહત મળશે. જો કે, પાલિતાણા-બાંદ્રા ટ્રેન, ભાવનગરની લોકલ ટ્રેનોને પુન: શરૂ કરવાની દિશામાં પણ રેલ તંત્રએ ગંભીરતાથી વિચારણા કરવી આવશ્યક છે. ભાવનગર ગ્રામ્યની જનતાને રેલ માર્ગ બંધ હોવાથી ફરજીયાતપણે સડક માર્ગે મુસાફરી કરવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો