ફિલ્મ રિલીઝ:ભાવનગરના કલાકારની ગુજરાતી ફિલ્મ રઘુ સીએનજી રિલીઝ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

થ્રિલર ગુજરાતી ફિલ્મ રઘુ સીએનજી 2019 માં રિલીઝ થઈ હતી.ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઈથન, જગજીતસિંહ વાઢેર, શર્વરી જોશી , ચેતન દૈયા નજરે પડ્યા હતાં.જેમાં ભાવનગર ના કલાકાર જગજીતસિંહ વાઢેર એ મુખ્ય પાત્ર ભજવ્યું હતું અને ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.જગજીત સિંહ વાઢેર તાજેતર માં ઓહો ગુજરાતીમાં રિલીઝ થયેલી વેબ સીરીઝ વિઠ્ઠલ તીડી માં વિઠ્ઠલ (પ્રતીક ગાંધી)ના ખાસ મિત્રનાં પાત્રમાં ( જગલો ) નજરે પડ્યા હતાં. જે દર્શકો ને ખુબ જ ગમ્યું હતું અને અદભૂત પ્રતિસાદ મળ્યો હતો. પણ એમની પ્રથમ ફિલ્મ જેના થકી તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની સફર શરૂ કરી એ ફિલ્મ રઘુ સીએનજી ક્યારે OTT પ્લેટફોર્મ પર આવશે તેની રાહ જોઈ રહ્યા હતા. તેનો અંત આવ્યો છે અને આ ફિલ્મ 24 સપ્ટેમ્બરથી સોની લાઈવ નામના પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.

ગર્વ ની વાત એ છે કે સોની લાઈવ જેવા ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આ પ્રથમ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મ માં સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર ભાવનગર નાં જ કલાકાર અથર્વ સંજયભાઈ જોશી એ આપ્યું છે, સાથે સહાયક અભિનેતા અને સહાયક દિગ્દર્શક તરીકે સિદ્ધાર્થ ગોસાઈ એ કળા ના ઓજસ પર્થ્યા છે . ફિલ્મ નું ગ્રાફિક ડિઝાઇન નું કામ રુચિર ચુડાસમા એ કર્યું છે તેઓ પણ ભાવનગર નાં છે .

આમ ભાવનગરનાં 4 કલાકારો જગજીતસિંહ , સિદ્ધાર્થ , અથર્વ , રુચિર સોની લાઈવ પર આવશે જે ગર્વ લેવા જેવી વાત છે.

અન્ય સમાચારો પણ છે...