તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધ:આગામી ભાદરવી અમાસને લઈ ભાવનગર તથા મહુવા માર્કેટિંગ યાર્ડ સોમવારના રોજ બંધ રહેશે

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

ભાવનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આગામી તા.6 ને ભાદરવી અમાસના તહેવારને લઈ જાહેર હરાજીનું સોમવારે કામકાજ બંધ રહેશે.

ભાવનગર માર્કેટયાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, કપાસ અને ડુંગળીની (શાકભાજી -લીંબુ સિવાય) તમામ જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે તેમ ભાવનગર-ઘોઘા ખેતીવાડી બજાર સમિતિના સક્રેટરી એ જણાવ્યું છે.

મહુવા માર્કેટિંગ યાર્ડ તા.6 ને સોમવારના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહશે. આગામી ભાદરવી અમાસનો સ્થાનિક તહેવારનર લઈ તમામ માર્કેટિંગ યાર્ડમાં કામગીરી બંધ રાખવામાં આવશે તેમ મહુવા ખેતીવાડી ઉત્પન્ન સમિતિના સેક્રેટરી વી.પી.પાંચણી એ જણાવ્યું છે.

આગામી તા.6/9/2021 ને સોમવારના રોજ થી યાર્ડનું કામકાજ બંધ રહેશે, જેની સર્વો ખેડૂતભાઈઓ, કમીશન અજેન્ટભાઈઓએ, દલાલભાઈઓએ નોંધ લેવી તેમ બંને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સક્રેટરીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...