ભાવનગર શહેરના હાર્દ સમા એવા વાઘાવાડી રોડ પર આવેક અક્ષરવાડી બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો 16મો પાટોત્સવ આગામી તા.22 મેને રવિવારના રોજ યોજાશે. જેમાં બે દિવસ દરમિયાન ભવ્ય કીર્તન, મૂર્તિઓની અભિષેક વિધિ, મહાપુજા તથા અન્નકૂટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરો ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. સમાજનાં સર્વાંગી ઉત્કર્ષ માટે ભગવાન સ્વામિનારાયણે પ્રારંભ કરેલ મંદિરોની પરંપરા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્રારા આજ પર્યંત ચાલુ છે. બી.એ.પી.એસ.નાં મંદિરો આપણાં સંસ્કારો, કૌટુંબિક મૂલ્યોની રક્ષા કરે છે. શૈક્ષણિક સંભાળ રાખે છે. પરમ શાંતિ અને પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. વ્યસન મુકત આદર્શ સમાજનું નિર્માણ કરે છે. સામાજિક પ્રવૃતિનું કેન્દ્ર સ્થાન છે. પ્રમુખ સ્વામી મહારાજ દ્રારા પ્રતિષ્ઠિત અને મહંત સ્વામી મહારાજ દ્રારા કાર્યાન્વિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડી ભાવનગરનો 16મો પાટોત્સવ સંસ્થાના વિદ્વાન અને વરિષ્ઠ સંત નારાયણમુનિ સ્વામીની ઉપસ્થિતિમાં 22 મે રવિવારના રોજ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવશે.
આ પાટોત્સવ ઉપક્રમે 21 મે શનિવારે રાત્રે 9થી 11 અક્ષરવાડી ખાતે અમદાવાદ યુવક મંડળ દ્વારા ભવ્ય કીર્તન આરાધનાનો લાભ પ્રાપ્ત થશે. 22 મે રવિવાર પાટોત્સવ દિવસે સવારે 7થી 8 મૂર્તિઓની અભિષેક વિધિ, સાંજે 4.30થી 5.30 મહાપુજા વિધિ તેમજ અન્નકૂટ આરતી થશે. સાંજે 6થી 8 દરમિયાન પાટોત્સવ સમારોહ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.