આજીવન કેદ:ભાવનગર આખલોલ જકાતનાકા પાસે યુવાનની હત્યા કરનાર માતાના પ્રેમીને આજીવન કેદની સજા

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ગત તા.7-8-2020ના રોજ આખલોલ જકાતનાકા મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા યોગેશની હત્યા થઇ હતી

દોઢેક વર્ષ પૂર્વે આખલોલ જકાતનાકા મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા યુવાનની હત્યાના કેસમાં રાણીકના શખ્સને ભાવનગર ડિસ્ટ્રીકટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સોને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા છે.

ગત તા.7-8-2020ના રોજ આખલોલ જકાતનાકા મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા યોગેશ ઉર્ફે લાલો પ્રતાપભાઈ બારૈયા નામના યુવાનની તલવાર, છરી સહિતના હથિયારો વડે હત્યા થયેલી જે અંગે મૃતકના માતાએ સોહિલ ઉર્ફે સોયલો રફિકભાઈ બગડ, પારસ ઉર્ફે વાણીયો વિનોદભાઈ ગુંદીગરા, રાહુલ ઉર્ફે કાળો રાજુભાઈ બારૈયા, સાહિલ સિલુભાઈ ઝાખરા સામે ફરિયાદ નોંધાવી હતી.

બનાવની હકિકત મુજબ મૃતક યોગેશની માતા ફરિયાદીને સોહિલ ઉર્ફે સોયલા સાથે આડો સંબંધ હોય તેની જાણ પુત્ર યોગેશને થતા તેણે સોહિલ સાથે જગડો કરી અને તેની માતા સાથે બોલવાની ના પાડી હતી. આ બનાવની દાઝ રાખી ગત તા.7-8-2020ના રોજ સોહિલે પારસ, ઉર્ફે વાણીયો, રાહુલ ઉર્ફે કાળો તથા સાહિલ ઝાખરાને સાથે રાખી યોગેશની તિક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી દીધી હતી.

આ બનાવ અંગેનો કેસ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ મનોજભાઈ જોષીની દલિલો તથા આધાર પુરાવા ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીએ સોહિલ ઉર્ફે સોયલાને આજીવન કેદની સજા તથા રૂપીયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો. અને અન્ય ત્રણ શખ્સોને પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...