મારામારી:ભાવનગરમાં નજીવી બાબતે હીંચકારો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • પથ્થર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
  • બે શખ્સોએ અન્ય વ્યક્તિને માર મારી લોહી લુહાણ કર્યો

ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં નવાં વર્ષની સંધ્યાએ નજીવી બાબતે મારામારીની ઘટના બની હતી. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં લોકો પથ્થર મારો કરતા નજરે પડ્યા છે. તેમજ એક શખ્સને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે.

સી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અશોકભાઈ મકવાણાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, મારા ઘરની પાસે બહાર નીકળી શાકમાર્કેટ વાળા રોડથી ચાલી મારા મિત્ર જે રાણીકામાં રહે તેને મળવા જતો હતો. આ દરમિયાન વકીલ માલદારના ડેલા પાસે પોહચતાં અરબાઝ હમીદાણી તથા આદિલ ઉર્ફે બાદશાહ બંને શખ્સોએ મારી સામે કાતર કેમ મારે છો તેમ કહી મને ઢીકા પાટુનો માર માર્યો હતો. તેમજ અરબાઝે મને પથ્થરનો છૂટો ઘા મારતા કપાળના ભાગે વાગતા લોહી લુહાણ હાલતે જેમ તેમ કરીને બચી ગયો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે, મને મારી નાખવાની ધમકી પણ આપી હતી. લોહી લુહાણ હાલતે મારો મિત્ર મને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલ લઈ ગયા હતા. સમગ્ર ઘટનાને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની સી.ડિવિઝન પોલીસ મથકે બંને શખ્સો વિરુદ્ધ આઈપીસી ની કલમ 324, 323, 341, 337, 504, 506(2), 114 તથા જી.પી.એક્ટ 135 મુજબ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...