ભાવનગર શહેરને અડીને આવેલાં ગ્રામ્ય સમાન વિસ્તારમાં પછાત માવતરે ભૂખી-તરસી અને અર્ધ પાગલ જેવી વિકલાંગ યુવતીને 10 વર્ષથી ઘરમાં ગોધી રાખેલી હાલતમાં હોય આથી અભયમ 181 ની ટીમે ઘટના સ્થળે પહોંચી મા-બાપ ની કેદમાં નર્ક સમી યાતનાઓ વેઠતી યુવતીને છોડાવી હતી.
ભાવનગર શહેરથી તદ્દન નજીકના અંતરે આવેલ એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં એક શ્રમજીવી માં-બાપ એ પોતાની જુવાનજોધ પુત્રીને એક દસકા સુધી ઘરના ઓરડામાં ગોંધી રાખી હતી, આ યુવતી માનસિક રીતે અસ્થિર હોવા ઉપરાંત શારિરીક વિકલાંગતા પણ ધરાવતી હોય અને મા-બાપ પુરતું ભોજન પણ આપતાં ન હોવાથી ખૂબ જ દયનીય હાલતમાં અભયમની ટીમે છોડાવી હતી.
સમગ્ર બનાવ અંગે અભયમ ટીમનાં અધિકારીઓ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં અભયમ ની ટીમને એક કોલ મળ્યો હતો. કોલ અંગે ખરાઈ કરી માહિતી વાળા ઘરે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમીદારો આપેલ યુવતી અંગે આધેડ વયના માતા-પિતાને પુછપરછ કરતાં સંતોષકારક જવાબ આપ્યો ન હતો આથી ટીમે રૂમનો દરવાજો ખોલવા જણાવતાં આધેડ દંપતીએ રૂમ ખોલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેતાં અભયમની ટીમે મહિલા પોલીસની મદદ વડે બંધ રૂમનો દરવાજો ખોલાવતા રૂમમાં તિવ્ર દુર્ગંધ અને ગંદકી વચ્ચે એક માનસિક અસ્થિરતા ધરાવતી યુવતી મળી આવી હતી. જેનો કબ્જો લઈ ટીમે નવડાવી ધોવડાવી સ્વચ્છ કપડાં પહેરાવી લાગણીની હૂંફ સાથે યુવતી સાથે વાતચીત કરતાં યુવતીએ જણાવ્યું હતું કે તેને પુરૂ ભોજન આપવામાં આવતું ન હતું અને પોતે વિકલાંગ હોય આથી દસ વર્ષથી આ રીતે માવતરની કેદમાં મોત નો ઈન્તઝાર કરી રહી હતી.
આ અંગે આધેડ વયનાં દંપતીએ જણાવ્યું હતું કે પુત્રી વિકલાંગ હોય અને તેઓ મજૂરી કામે જતાં હોય આથી દીકરીની સુરક્ષા ને લઈને રૂમમાં કેદ કરી હતી આથી અભયમની ટીમે દંપતી સાથે કાઈન્સિલીગ કરી સમજાવ્યા હતા અને નર્કાગાર માથી એક યુવતીને મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.