ગૌરવ:ભાવેણાનો ઇકોબ્રીક પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતભરના 3 હજાર અર્બન, નોન અર્બન પ્રોજેક્ટમાંથી માત્ર 10ની પસંદગી

ભાવનગર મહાનગરપાલિકા નાં ઇકોબ્રીક પ્રોજેક્ટ ની ભારત સરકાર દ્વારા સમગ્ર દેશના 3 હજાર જેટલા પ્રેક્ટિસ મોડ્યુલ માંથી પસંદગી કરવામાં આવી છે. છેલ્લા 9 મહિનાથી અંદાજે 32 હજારથી વધારે ઇકોબ્રીક એકઠી કરીને અકવાડા લેક પાર્ક ખાતે તેનો ઉપયોગ કરીને પાર્ક જાહેર જનતા માટે ખુલ્લો પણ મૂકી દેવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાંથી અર્બન અને નોન અર્બન એવા અંદાજે 3 હજાર જેટલા પ્રોજેક્ટ દિલ્હી ખાતે મોકલવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ માંથી મહત્વ નાં 10 પ્રોજેક્ટ ની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી ભાવનગર મહાનગરપાલિકા નો ઇકોબ્રીક પણ સમાવિષ્ટ છે. આ ઇકોબ્રીક પ્રોજેક્ટ ની બેસ્ટ પ્રેક્ટિસ મોડ્યુલ તરીકે પસંદગી બાદ મીનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ નાં કોફી ટેબલ પુસ્તક માં પબ્લિક કરવામાં આવનાર છે. આ કોફી ટેબલ પુસ્તક તા. 2 ઓગસ્ટ નાં રોજ જાહેર કરવામાં આવશે. ગુજરાત માં કોઈ મહાનગરપાલિકા દ્વારા આવું અભિયાન શરૂ કરવાનો આ પ્રથમ અવસર છે. હાલમાં અકવાડા લેક ખાતે આ ઇકોબ્રિક માંથી ટ્રી ગાર્ડ, બેન્ચ, ચાલવાનો રસ્તો, દિવાલ, ક્યારાઓ, સીટ જેવી અનેક વસ્તુઓ બનાવવમાં આવી છે.

ભાવનગર ખાતે બનાવાયેલ ઈકોબ્રિક પાર્કમાં કમિશનર એમ. એ. ગાંધી, એસ્ટેટ ઓફિસર વિજયભાઈ પંડિત અને ડૉ. તેજસ દોશીનાં પ્રયત્નો દ્વારા સફળ રીતે બનાવવામાં આવ્યો છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી પાર્ક તૈયાર કરાયેલા આ ઇકોબ્રિક્સ પ્રોજેક્ટના અનેક ફાયદા છે જેમાં પર્યાવરણને લગતા લાભ મુખ્ય છે. જેમ કે આવા પાર્કથી જમીન, પાણી, હવાનું પ્રદૂષણ અટકે છે.અનેક ચો. ફૂટ જમીનમાં પ્રદુષણ ફેલાવતું પ્લાસ્ટિક એક બોટલમાં સમાઈ જાય છે.

આ પોલીથીન ભરેલી બોટલના ઉપયોગ રસ્તા બનાવવા, બગીચામાં, બેસવાના ટેબલ વગેરેમાં અને અનેક રચનાત્મક કાર્યોમાં થઈ શકે. સામાન્ય રીતે આવું પોલીથીન સળગાવી દેવામાં આવે છે, જેના લીધે ભયંકર વાયુ પ્રદૂષણ થાય છે, એ પણ અટકે છે.આમ એક પ્રોજેક્ટથી એનક ફાયદા છે.

અન્ય સમાચારો પણ છે...