પુસ્તક મેળો:ભાવનગરમાં વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ભાતીગળ પુસ્તક મેળાનું આયોજન

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ભાતીગળ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાન્તિસેન શ્રોફ "કાકા"ના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટ્યુટ ભાવનગર દ્વારા આયોજિત ભાતીગળ પુસ્તક મેળાનું આયોજન આજે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદારનગર, ભાવનગરમા શુભારંભ કરવામાં આવ્યું હતું.

50 જેટલા પુસ્તક રસિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં
જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી મીતા દૂધરેજીયા, ન.પા. શિક્ષણ સમિતિમાંથી ડો.યોગેશ ભટ્ટ, ધીરેન વૈષ્ણવ ભાવનગરનાં જાણીતા ચિત્રકાર અને સંસ્કાર ભારતીના ઉપાધ્યક્ષ ભરત પંડ્યા, ચંદાબા મહિલા સ્વસહાય સંસ્થાનાં ટ્રસ્ટી પૂર્ણિમા મહેતા, અનુરાધા દવે અને રાજલ ઓઝા તેમજ ભાવનગર કચ્છી સમાજનાં પ્રમુખ મહેન્દ્ર શાહ તેમજ પુસ્તક મેળાના સંયોજક ગોરધન પટેલ(કવી) તેમજ વી.આર.ટીઆઈ સંસ્થાનાં સી.ઈ.ઓ. મનુ ચૌધરી અને ટીમ તથા ભાવનગરનાં 50 જેટલા પુસ્તક રસિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન કિશોરસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલું અને આભાર દર્શન મનુ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
પુસ્તકો 40 ટકાનાં માતબર વળતરથી અપાશે
આ પુસ્તક મેળામાં 20 ઉપરાંત વિવિધ પ્રકાશકોનાં વૈવિધ્યસભર પુસ્તકોના પ્રદર્શન અને વેચાણની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે. પુસ્તક મેળામાં બાળ સાહિત્ય, શૈક્ષણિક, આરોગ્યલક્ષી, પ્રેરણાદાયી, મહાપુરુષોનાં ચરિત્રો, નવલકથાઓ, નવલિકાઓ, નિબંધો, ધાર્મિક, વ્યવસ્થાપન, પ્રવાસન, મહિલાલક્ષી સાહિત્ય તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનાં ઉત્તમ પુસ્તકો 40 ટકાનાં માતબર વળતરથી આપવામાં આવે છે. આ પુસ્તક મેળો તા. 24 સાજનાં 7 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. જેમની પુસ્તક પ્રેમી જનતાને આ પુસ્તક મેળાનો લાભ લેવા નિમંત્રણ પાઠવાયું છે.

અન્ય સમાચારો પણ છે...