નેશનલ પેરા ટેબલ ટેનિસ - 2023 તા.14 થી 17માર્ચ દરમ્યાન યોજાઈ હતી. જેમાં ભાગ લેવા ભાવનગર શહેરમાંથી 14 દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લેવા ગયેલ તેમાંથી ભારતીબેન પડધરીયા એ તેમના ક્લાસિફિકેશનમા પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. તેઓ હાઉસવાઈફ સાથે વીમા એજન્ટનુ કામ કરે છે. સતત ત્રણ વર્ષથી બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કર્યો છે.
ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
જ્યારે અન્ય ખેલાડીમાં સરલાબેન સોલંકીએ પણ 3 વર્ષથી સતત તેમના ક્લાસીફિકેશનમા ત્રીજા નંબર મેળવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. તેઓ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈનસટીટયુટ, ભાવનગરમાં ટેકનિશીયન તરીકે જાબ કરે છે સાથે સાથે હાઉસ વાઈફ તરીકેની જવાબદારી પણ નીભાવે છે, ભાવનાબેન ચાંપાનેરી પણ ત્રીજા નંબર પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. તેઓ પણ હાઉસવાઈફની સાથે બ્યુટીપાર્લર ચલાવે છે. સોનલ ડાભીએ તેમના ક્લાસિફિકેશનમા ત્રીજા ક્રમ પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ મેળવેલ છે,અલ્પેશભાઈ સુતરીયા તેમના ક્લાસિફિકેશનમા છેલ્લા ત્રણ વર્ષથી ત્રીજા નંબર પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. તેમજ ફેબ્રુઆરી - 2023મા ઈન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસમાં ઈજીપ્ત ખાતે બીજા નંબર પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ મેળવેલ છે. તેઓ મેઈન પોસ્ટ આૅફિસમા સર્વિસ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.