ભાવનગરના પ્રાતઃ સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડ આપવાની માંગણી દિવસે દિવસે બુલંદ બનતી જાય છે. જે સમયે ભારત દેશના રજવાડાઓને એક કરવાની વાત હતી ત્યારે સૌ પ્રથમ ભાવનગર રજવાડાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રાજ્ય સરદાર વલ્લભભાઈ પટેલને સોંપીને ભારત માતાના ચરણોમાં કરી દીધું હતું. આથી જો ભારત રત્ન મહારાજાને અપાશે તો એ સરકારનું પણ સન્માન ગણાશે.
ઉપરાંત તેમનું જીવન એક આદર્શ વ્યક્તિને છાજે તેવું હોવાથી તેમને ભારત રત્ન એવોર્ડ મળે તેમાં સમગ્ર દેશની ગરિમા છે.19મી મે 1912ના દિવસે જન્મેલા કૃષ્ણકુમારસિંહજી ગાદી વારસ હોવાને નાતે માત્ર 7 વર્ષની ઉંમરે 1919 માં સીધુ મહારાજાનું પદ મળ્યું હતું. તેમણે મહારાજા તરીકેના જે કાર્યો કર્યા છે, તેમાં પ્રજાવત્સલતા સતત નીતરતી હતી.1948માં તેમને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા ત્યારે પણ તેઓ પ્રથમ ભારતીય ગવર્નર બન્યા હતા. આમ તેમનું પ્રદાન નોંધનીય છે.
વર્ષોથી અમારી લાગણી છે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ માત્ર ક્ષત્રિય સમાજનું જ ગૌરવ છે એવું નથી, પરંતુ સમગ્ર ભારત દેશ માટે આદર્શ વ્યક્તિ હતા. એટલા માટે અમે વર્ષોથી તેમને ભારત રત્ન એવોર્ડ મળે તે માટે માંગણી કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં કેટલાય અભિયાનો પણ ચલાવ્યા છે. તેમને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ. > વાસુદેવસિંહજી ગોહિલ, પ્રમુખ,ગોહિલવાડ રાજપૂત સમાજ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.