તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાયમાં અન્યાય:ભંડારીયાના ખેડૂત ને તોઉ-તે વાવઝોડામાં નુકશાની બદલ કેળ દીઠ રૂપિયા સવા પાંચ આપી સરકારે મશ્કરી કરી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેળના એક રોપાની કિંમત રૂપિયા 15 છે, ચાર વિઘા કેળનો પાક ઉભો હતો તે નાશ પામતા 3 હજાર કેળ નું વળતર રૂ.15,800 મળતા અન્યાયની લાગણી

તાઉતે વાવાઝોડાએ વ્યાપક વિનાશ વેર્યા બાદ સરકારે ખેડૂતોને સહાય ચૂકકવાનું શરૂ કર્યું છે એ સાથે ખેડૂતોમાં અસંતોષ, નારાજગી અને કચવાટ બહાર આવ્યો છે. ભાવનગર તાલુકાના ભંડારિયા ગામે ભોગગ્રસ્ત પૈકીના એક ખેડૂતને ચાર વિઘા જમીનમાં ઉભેલો કેળનો પાક તારાજ થતા આજે તેને નુક્શાનીના સહાય પેટે રૂ.15,800 અપાતા ખેડૂતે આ સહાય મશ્કરી રૂપ ગણાવી અન્યાય થયાની લાગણી વ્યક્ત કરાઇ છે.

આમ જોઈતો તો ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે જો અંદાજે 3 વિધા જમીનમાં જો કેળનો પાક વાવેતર કરવા અંદાજે 1 રોપો ના 15 રૂપિયા થાય અને મજૂરી સહિત 1 રોપો તૈયાર કરવા 200 રૂપિયા થાય, જો 3 હજાર રોપા પડી ગયા હતા જેનો અંદાજે ખર્ચ 6 લાખ જેવો થાય છે એની સામે સરકારે સહાય 15,800 અપાઈ હતી.

અન્ય એક કિસ્સામાં ખેડૂત બાબુભાઇ મેઘાભાઈ ઘોરીએ 3 વિઘા જમીનમાં આંબા ઉછેર્યા હતા. 40 પૈકી 15 આંબા પડી ગયા હતા તેનું વળતર રૂ. 14,400 ચૂકવાયું છે. આ સામે પણ ખેડૂતમાં કચવાટ વ્યાપ્યો છે. આ બે ખેડૂત માત્ર દાખલારૂપ છે. બાકી વળતર મામલે મોટાભાગના ખેડૂતો નારાજ છે અને કચવાટ વ્યાપ્યો છે તેમ જાણવા મળ્યું છે. આ સામે તંત્ર વાહકોએ સરકારે નક્કી કરેલ ધારાધોરણ મુજબ સહાય ચૂકવાઈ હોવાનું અને સર્વેમાં કોઈ દોષ નહિ હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

ભંડારિયામાં ખેડૂત હરસુખભાઈ પરષોત્તમભાઈ ઘોરીએ ચાર વિઘા જમીનમાં કેળનું વાવેતર કર્યું હતું. કેળનો પાક તૈયાર થઈ પ્રથમ ફાલ પણ આવ્યો હતો ત્યાં વાવાઝોડું ત્રાટકતા નાજુક કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. ખેડૂત હરસુખભાઈ ઘોરીના જણાવ્યાનુસાર વાવાઝોડા બાદ સર્વે કરવા તંત્રના માણસો આવ્યા હતા જેને વિગતો નોંધાવી હતી. ચાર વિઘા જમીનમાં 3 હજાર કેળ ઉભી હતી જે વાવાઝોડામાં ભારે નુક્શાનગ્રસ્ત થઈ હતી.

કેળનો પાક નાશ થયો તેને વાડીમાંથી દૂર કરતા 15 દિવસ થયા. આ પાછળ દાડિયાનો ખર્ચ થયો તે સરકારે ચૂકવેલી કુલ સહાય જેટલો છે. વધુમાં કેળનો એક રોપ રૂ.15નો થાય છે બાદમાં તેની પાછળ મહેનત, મજૂરી ચડે તે અલગ. પરંતુ વળતરની રકમ મળી છે તેમાં કોઈ ગણતરી કરાઈ નથી. બેક ખાતામાં માત્ર રૂ.15,800 જમા મળ્યા છે. આ વળતર મશકરીરૂપ હોવાનો રોષ તેમણે ઠાલવ્યો છે. માત્ર મારી સાથે નહિ પરંતુ અન્ય ખેડૂતો સાથે પણ અન્યાય થયો છે. તે દરેક વ્યથિત છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...