તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભાન ભુલી સગીરા લગ્ન કરવા માટે બોયફ્રેન્ડને ઘરે પહોંચી ગઇ, બન્ને પક્ષે બોલાચાલી થતા 181ની મદદ મંગાઇ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર પાસેના ગામના યુવકને સગીરા સાથે પ્રેમ સંબંધ હતો,

વેલેન્ટાઇન ડે અેટલે ખાસ કરીને યુવાધન માટે અા દિવસ ખુબજ મહત્વનો મનાય છે. ત્યારે વેલેન્ટાઇન ડેના અાગલે દિવસે ભાવનગર નજીકના અેક નાના અેવા ગામની તરૂણી તેના પ્રેમી યુવક સાથે લગ્ન કરવા માટે તેના ઘરે ભાગી ગઇ હતી. અને અા અંગેની જાણ તેના માતા-પિતાને થતા તેઅોઅે તેને સમજાવવાની કોશીષ કરતા તે માની ન હતી. અને તરૂણીઅે જાતે ફોન કરી 181 મહિલા હેલ્પ લાઇનની મદદ માગી હતી. જેથી 181 ની ટીમની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો. અને તરૂણી તેના મા-બાપ સાથે જવા તૈયાર થઇ હતી.

ભાવનગર પાસેના અેક નાના અેવા ગામમા રહેતી તરુણીને તેના જ ગામના અેક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. અને તેણી તેના વિના રહી શકે તેમ ન હોય લગ્ન કરવા માટે તેણી વેલેન્ટાઇનના અાગલા દિવસે વહેલી સવારે પોતાના માતા-પિતાનુ ઘર છોડી યુવકના ઘરે ચાલી ગઇ હતી. જે અંગેની તેના માતા-પિતાને જાણ થતા વહેલી સવારે અાશરે 5-00 વાગ્યાની અાસપાસ તેણીને લેવા માટે યુવકના ઘરે ગયા હતા. પરંતુ ત્યાં બન્ને પક્ષે સામાસામી બોલાચાલી થયેલ. જેથી સગીરા તેના મમ્મી-પપ્પાના સાથે જવા માટે તૈયાર ન હતી.

બાદમા તરૂણીના બોયફ્રેન્ડ અને તેના માતા-પિતાને ભાવનગર 181 ના કાઉન્સેલર કોમલ પરમાર તેમજ મહિલા પો.કો. કાજલબેન મકવાણા અને પાયલોટ નિતીનભાઇ રહેવરે તેમના ઘરે પહોંચી યુવક તથા સગીરાને સમજાવ્યા હતા. અને કાયદાકીય પ્રાથમીક જાણકારી અાપી હતી. તરુણીના પિતા સાથે પણ ટેલીફોનીક વાતચીત કરી હતી. અને સગીરા તથા યુવકના અેમ બન્નેના માતા-પિતાને તેમજ યુવક અને તરુણી અેમ તમામનુ કોમલબેન પરમારે કાઉન્સેલીંગ કરી તરૂણી તથા યુવકને કાયદાકીય રીતે લગ્ન કરી શકે તેવી ઉંમર ન હોય તે અંગેનુ જ્ઞાન અાપેલ. અને તરૂણીના માતા-પિતા તેમની દિકરીને મેણા-ટોણા ન મારે અને કોઇ પણ પ્રકારના અપશબ્દો ન બોલે કે મારકુટ ન કરે તેની ખાત્રી અપાવી ઘરમા પ્રેમથી રાખે તેમ જણાવેલ. અંતે બન્ને પક્ષે માની જતા તરુણી કે જે તેના માતા-પિતા સાથે જવા તૈયાર ન હતી. તેને તેના મા-બાપને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો