ધાર્મિક કાર્યક્રમ:ભાવનગરના કળાતળાવ ખાતે આવતીકાલે ભાગવત કથાનો આરંભ, જીગ્નેશદાદા રાધે-રાધે કથાનું રસપાન કરાવશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના કાળા તળાવ ખાતે આવતીકાલે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થશે. આ વ્યાસપીઠ પરથી જીગ્નેશદાદા રાધે-રાધે કથાનું રસપાન કરાવશે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સવારના 9થી બપોરના 1 કલાક દરમિયાન યોજાશે. સાથે જ મહાકાળી માતાજીનો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો પણ યોજાશે.

જાણીતા સંતો-મહંતો પણ આશીર્વાદ આપશે
ભાવનગરના કાળા તળાવ ખાતે આવેલા ચામુંડા માતાજી તેમજ મહાકાળી માતાજીના મઢ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ આવતીકાલે એટલે કે તા. 2થી 8 નવેમ્બર સુધી કથા યોજાશે. આવતીકાલે બપોરે 2:00 વાગે કથાની પોથીયાત્રા કાળા તળાવના રામજી મંદિરથી પ્રસ્થાન થશે. આ કથામાં જાણીતા સંતો-મહંતો પણ આશીર્વાદ આપવા પધારશે.

નામી-અનામી કલાકારો ઉપસ્થિત રહેશે
કથા દરમિયાન રામ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ જેવા અનેક પ્રસંગો ઉત્સાહભેર ઉજવવામાં આવશે. કથાના દિવસો દરમિયાન તા. 6 નવેમ્બરે દાના, રશ્મિતા રબારી, બીજરાજદાન ગઢવી તથા ફરીદામીર અને 7 નવેમ્બરે રાજભા ગઢવી, ગીતા રબારી તથા ભોજા ભરવાડ સહિતના નામી-અનામી કલાકારોનો ભજનો, ડાયરા અને ડાક-ડમરૂ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર કથાનું સંચાલન નરેશ મહેતા કરશે
આ કથા દરમિયાન તારીખ 3 નવેમ્બરના રોજ શ્રી પંચકુટી વિષ્ણુયાગ પણ યોજવામાં આવશે. કથામાં પધારનારા સંતો-મહંતોના સામ્ય તારીખ 2 નવેમ્બરે બપોરે 4 વાગ્યે કરાશે. આ કથામાં રસપાન કરવા યજમાન પરિવાર દેવા મેપાભાઇ મેર તેમજ લાલા ભાણાભાઈ મેર તથા સમસ્ત કાદીપરા મેરને અનુરોધ કર્યો છે. આ કથામાં બાવળીયારીના રામબાપુ તેમજ મોટીબોરૂના કાનજીબાપુ, ભડીયાદના અરજણબાપુ અને સાજણબાપુ ખાસ હાજરી આપશે. સમગ્ર કથાનું સંચાલન નરેશ મહેતા કરશે.

અન્ય સમાચારો પણ છે...