તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રાની તૈયારી:ભાવનગરમાં 36મી રથયાત્રાને લઈ ભગવાનેશ્વર મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું

ભાવનગર24 દિવસ પહેલા
  • ભગવાનના રથને પણ શણગાર કરવામાં આવ્યો હતો
  • જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના પાવન દિવસે તેના નિયત રૂટ પર ફરશે

ભાવનગર શહેરમાં રાજ્યના બીજા નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના પાવન દિવસે તેના નિયત રૂટ પર ફરશે. જેને લઇ જગન્નાથજી મંદિર તડામાર તૈયારીઓ શરૂ થઇ છે રાત્રે મંદિરને રોશનીથી શણગારવામાં આવી હતી અને ભગવાનના રથને પણ શણગાર કરવામાં આવ્યો હતો.

રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે રાત્રિના સુભાષનગર ભગવાનેશ્વર મંદિર ખાતે રોશનીથી ઝળહળી ઊઠયો હતો અને સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા, મોટાભાઈ બલરામ સાથે રથમાં બેઠી નગરયાત્રા કરવાના છે, તે ચાર ઘોડાઓ સાથેના આ રથને રોશની અને ઘોડાઓને સુશોભિત કરાયો છે.

રથયાત્રા મહોત્સવ સમિતિના ટ્રસ્ટના અધ્યક્ષ હરુભાઈ જણાવ્યું કે કોરોનાની સંપૂર્ણ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. અમારા જે લોકો રથની સાથે રહેશે, તેઓ માટે આજે બપોરે મંદિર પરિસરમાં જ આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવામાં આવશે અને રસીકરણ કરવામાં આવશે. રાજ્યની બીજા નંબરની ભાવનગરની 36 ની રથયાત્રા કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈન અનુસાર નીતી નિયમો મુજબ શહેરમાંથી પસાર કરવામાં આવશે. આ રથયાત્રા અંતર્ગત શહેરના સુભાષનગર ખાતે ભગવાન જગન્નાથજીની નેત્ર વિધિ યોજાઈ હતી. એક પરંપરા અનુસાર આ નેત્રા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે, જ્યારે ભગવાન તેના મામાના ઘરે આવ્યા હતા ત્યારે તેને આંખો આવી હતી અને જેને લઇને ભગવાનને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા અને જ્યારે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવ્યા હતા, ત્યારે ભગવાન નગરયાત્રાએ જવા નીકળ્યા હતા. ભાવનગરમાં આજે પણ રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત રીતે ધાર્મિક વિધિઓ યોજવામાં આવી રહી છે ત્યારે આ એક નેત્ર વિધિ તરીકે ઓળખાતી આ વિધિને આગેવાનોની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...