પશ્ચિમ રેલવે 5, 6 અને 7 માર્ચે ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ સુધી "ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન" ચલાવશે પશ્ચિમ રેલ્વેના મુંબઈ ડિવિઝનમાં ઉધના યાર્ડના રિમોડલિંગ હેઠળ ઉધના યાર્ડમાં ઇન્ટરલોકિંગ કાર્ય હોવાને કારણે, સોમવાર, 06મી માર્ચ, 2023 સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ કાર્યને કારણે, ટ્રેન નંબર 22964 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ 5 માર્ચ, 2023ના રોજ અને ટ્રેન નંબર 22963 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ 6 માર્ચ, 2023ના રોજ રદ (Cancelled) રહેશે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે 5, 6 અને 7 માર્ચ, 2023ના રોજ "ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનું નક્કી કર્યું છે.
ટ્રેન નંબર 09202 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ 05મી માર્ચ, 2023 (રવિવાર) ના રોજ 21:00 કલાકે ભાવનગર ટર્મિનસ થી ઉપડશે અને બીજા દિવસે 11:10 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09201 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ 06મી માર્ચ, 2023 (સોમવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.15 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
ટ્રેન નંબર 09206 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ 06મી માર્ચ, 2023 (સોમવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી 17.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ વિશેષ ટ્રેન માત્ર એક જ દિશામાં દોડશે. ટ્રેન નંબર 09204 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ 07 માર્ચ, 2023 (મંગળવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09203 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ 08મી માર્ચ, 2023 (બુધવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.15 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ટ્રેન નંબર 09202/09201 માટે બુકિંગ શરૂ થઈ ગયું છે, જ્યારે ટ્રેન નંબર 09206, 09204 અને 09203 માટે બુકિંગ 05.03.2023 (રવિવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.