પ્રશંસા:રેડક્રોસ ભાવનગરના બેટી બચાવો, રક્તદાન, અંગદાન સેવાની લોકગાયકો દ્વારા પ્રશંસા કરવામાં આવી

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે યોજાયેલ લોક ડાયરામાં રેડક્રોસની સેવાઓની માહિતી કલાકારોએ મેળવી

ભાવનગર ખાતે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી યોજવામાં આવેલ ભવ્ય લોકડાયરાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા રક્તદાન શિબિર તેમજ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયેલ જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર કલાકારો માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી તથા રાજભા ગઢવી જેવા કલાકારોએ રેડક્રોસની બેટી બચાવો અભિયાન રક્તદાન પ્રવૃત્તિ તેમજ ચક્ષુદાન દેહદાન અને અંગદાન જેવી સેવાઓ અંગે માહિતી મેળવીને રેડક્રોસની આ સેવાની પ્રશંસા કરી હતી.

પોસ્ટરને પણ લોકોની જાગૃતિ માટે પ્રસારિત
આ અભિયાન અંતર્ગત તૈયાર કરેલ પોસ્ટરને પણ લોકોની જાગૃતિ માટે પ્રસારિત કર્યા હતા આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આંતરરાષ્ટ્રીય કલાકારોને રેડક્રોસની સેવાઓ માટે પરિચય આપેલ અને તેમણે રેડક્રોસ દ્વારા ચલાવવામાં આવતા આ જનજાગૃતિ અભિયાનની સેવાઓની પ્રશંસા કરી હતી. રેડક્રોસના ચેરમેન ડો.મિલન દવે, વાઇસ ચેરમેન સુમિત ઠકકર, માધવભાઈ મજીઠિયા, વિનયભાઈ કામળિયાએ કલાકરોને રેડક્રોસની સેવાઓથી વાકેફ કર્યા હતા.

આ પ્રસંગે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત શ્રી ઉત્તમ.એન.ભુતા- રેડક્રોસ બ્લડ સેન્ટર બ્લડ બેન્ક ની મોબાઈલ બ્લડ કલેક્શન વાન લોક ડાયરા સ્થળે રાખવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...