તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિની વેકેશન:લાભ પાંચમ સુધી ભાવનગરની બજારોમાં મિની વેકેશન રહેશે, કોરોનાનો કાળ હોય વેપારીઓએ ગુજરાત બહાર ફરવાને બદલે રાજ્ય કે જિલ્લામાં પ્રવાસના આયોજન ગોઠવ્યા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરની મોટાભાગની બજારોમાં આવતી કાલે સોમવારે નૂતન વર્ષથી લાભપાંચમ સુધી મિની વેકેશનનો માહોલ રહેશે. દિવાળીની ઘરાકીનો થાક ઉતારવા માટે મોટાભાગના વેપારીઓ સહપરિવાર બહારગામ ફરવા ઉપડી જશે તો કેટલાક વેપારીઓ ઘરે થાક ઉતારશે. જોકે આ વર્ષે કોરોનાની મહામારી નો સમય હજી વિત્યો ન હોય બહારગામ જવાનું ઓછું જોવા મળી રહ્યું છે. છતાં પ્રવાસ પ્રેમીઓ પોતાના પરિવાર કે પોતાના મિત્ર વર્તુળ સાથે ગુજરાતમાં અથવા તો ભાવનગર જિલ્લાના કેટલાક નજીકના હરવા ફરવાના સ્થળ જવાના આયોજન ઘડી રહ્યા છે. અંતરમાં દૂરના સ્થળોના પ્રવાસન ઉદ્યોગમાં આ વર્ષે કોરોનાને લીધે મંદી જોવા મળી રહી છે

કોરોનાની મહામારીને કારણે આ વખતે બજારમાં છેક ધન તેરસ સુધી થોડી મંદી જોવા મળી પણ અંતિમ તબક્કામાં તેજીનો રૂખ જોવા મળ્યો હતો. પુષ્ય નક્ષત્ર, રવિવાર અને ધન તેરશના દિવસોએ જોરદાર ઘરાકી રહી હતી. તો દિવાળીની મધરાત સુધી સારી ઘરાકી રહી હતી ‌ આ વર્ષે કોરોના નો રોગ ચાળો હોય વેપારી વર્ગ બહાર ના રાજ્યો પ્રવાસ ને બદલે ગુજરાત અથવા તો ભાવનગર જિલ્લાના પ્રવાસન સ્થળોએ પોતાના પરિવાર કે મિત્રવર્તુળ સાથે જવાના આયોજન કરી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો