સિદ્ધિ:બેલુરના ચિરાગને નીટમાં ઓલ ઇન્ડિયા લેવલે 21મો ક્રમ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચિરાગ લાડુમોર - Divya Bhaskar
ચિરાગ લાડુમોર
  • 720માંથી 705 માર્ક મેળવીને સમગ્ર જિલ્લામાં ટોપર ચિરાગે આયોજનબદ્ધ મહેનતથી મેળવી સફળતા

ધો.12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નીટની કસોટીનું પરિણામ જાહેર થતા મહુવાની બેલુર વિદ્યાલય NEET-2021માં ચિરાગ મંગળભાઇ લાડુમોરે 705 માર્ક મેળવી AIR (All India Rank)-21માં સ્થાન પર રહી સમગ્ર ભારતમાં મહુવા સાથે સમગ્ર ભાવનગર જિલ્લાનું નામ શૈક્ષણિક ક્ષેત્રે વધુ રોશન કર્યું છે. ચિરાગે જણાવ્યું હતુ કે અગાઉથી આયોજનબદ્ધ મહેનત કરીને અને સમગ્ર સિસ્ટમને અનુસરવાથી આ પરિણામ મળ્યું છે. હવે ચિરાગને AIIMS–દિલ્લીમાં કારકિર્દી બનાવવી છે.જ્યારે ભાવનગરની જ્ઞાનમંજરી વિદ્યાપીઠના કેનિલ સોમાણીએ 694 માર્ક મેળવ્યા છે.

NEET-2021માં ભાવનગર જિલ્લા પ્રથમ લાડુમોર ચિરાગ મંગળભાઈ એ 720માંથી 705 માર્ક અને 99.99PR પ્રાપ્ત કરેલ છે. લાડુમોર ચિરાગ પોતે બેલુર વિદ્યાલયમાં ધો.-6 થી જ અભ્યાસ કરે છે. ચિરાગએ સમગ્ર મહુવા, પરિવાર તથા બેલુર વિદ્યાલયનું નામ રોશન કર્યું છે. હડિયા રોહિત ભરતભાઈ એ 720 માંથી 637માર્ક્સ સાથે સમગ્ર મહુવા તાલુકામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધો.-10 માં A1 ગ્રેડ આવતા અન્ય મેગા સિટીમાં અભ્યાસ કરવા જવાના બદલે બેલુર વિદ્યાલયમાં જ અભ્યાસ કરવાનું પસંદ કરેલ. ચિરાગે જણાવ્યુ હતુ કે, બેલુર વિદ્યાલયની આગવી સિસ્ટમને ફોલો કરવાથી આવું સરસ પરિણામ મેળવી શક્યો છું. આ મારું પરિણામ બેલુર વિદ્યાલયને અર્પણ કરું છું. કેમકે આજે હું AIIMS–દિલ્લી માટે લાયક બન્યો છું તો એમનો તમામ શ્રેય બેલુર વિદ્યાલયને આપ્યો હતો.બાંભણીયા આકાશ જીવનભાઇ 720 માંથી 587 માર્ક્સ મેળવેલ છે.

આમ આ વર્ષે કોરોના જેવી મહામારીના સમયગાળામાં NEETની બદલાતી પદ્ધતિ, આમ છતાં બેલુર વિદ્યાલય દ્વારા પોતાના આગવા આયોજનથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે. જ્યારે વિદ્યાધિશ વિદ્યાપીઠના દેવાંગી સોંકીએ 650 ગુણ મેળવ્યા છે.

અર્શિતા ટાંકે 645 અને મીહિર ચુડાસમાએ 641 ગુણ મેળવ્યા છે. સ્વામિનારાયણ ગુરૂકુળમાં હર્ષ ચુડાસમાએ 619 ગુણ મેળવ્યા છે. જ્યારે નીલ કુકડીયાએ 613 અને દેવાંશી ભટ્ટે 606 ગુણ અંકે કર્યા છે.

જ્ઞાનમંજરીના કેનીલને 696 ગુણ મળ્યા
ભાવનગર શહેરમાં જ્ઞાનમંજરી વિદ્યાલયના સોમાણી કેનિલ વિરેન્દ્રભાઇએ 696 માર્ક મેળવ્યા છે જ્યારે શ્રેય ઉપાધ્યાયે 686 અને ઝીલ પટેલે 675 ગુણ મેળવ્યા છે. જ્ઞાનમંજરીમાં 42 વિદ્યાર્થીઓએ 600 કે તેનાથી વધુ ગુણ મેળવ્યા છે. જ્યારે 99થી વધુ પર્સન્ટાઇલ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 34 છે. બાયોલોજીમાં 360માંથી 360 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા બે છે.

અન્ય સમાચારો પણ છે...