તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:બ્રહ્મસેના દ્વારા 14મીએ ગોપાલ ઇટાલીયા સામે આંદોલનનો આરંભ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શંકરાચાર્યજીની માફી નહી માંગે ત્યાં સુધી આંદોલન
  • 14મીએ તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર અપાશે, લડતમાં અન્ય જ્ઞાતિ-સંગઠનો જોડાશે

બ્રહ્મસેનાના નેજા હેઠળ તા. 14 જુલાઈનાં રોજ તમામ તાલુકા જિલ્લાએ આવેદનપત્ર આપી ગોપાલ ઈટાલીયા સામે આંદોલન પ્રારંભ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આપ પાર્ટીનાં કાર્યકર્તા આ લડાઈને રાજકીય સ્વરુપ આપી ગોપાલ ઈટાલીયાને બચાવવાનો લુલો પ્રયાસ કરી રહી છે જ્યારે બ્રહ્મસેના દ્વારા ધાર્મિક સંસ્થા સંતો કથાકારોને આગળ આવી આ વિરોધમાં જોડાવવા અપીલ કરાઈ છે. વેદ, ઊપનિષદ, ધર્મ ગ્રંથનું અપમાન કોઈપણ સંજોગમાં સાંખી નહી લેવાય. રવિવારે તમામ તાલુકામાં મિટીંગ કરી તા 14નાં રોજ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ઘડવામાં આવશે.

હિન્દુ સમાજની બીજી જ્ઞાતિનાં આગેવાન પણ પોતાની જ્ઞાતિને આવેદનપત્રમાં શામિલ કરવા અપીલ કરશે તેવી તૈયારી થઈ રહી છે. રાજનૈતિક ફાયદા મેળવવા આવા નાટક કરતા ગોપાલ ઈટાલીયા જ્યાં સુધી જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ સમક્ષ માફી નહી માંગે ત્યાં સુધી આ આંદોલન શરુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...