ઝઘડો:તોફાન કરનારા વિદ્યાર્થીનું નામ દેવા બદલ માર માર્યો

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સથરાની શાળામાં વર્ગખંડમાં તોફાન કરતા વિદ્યાર્થીનું નામ દેવા બદલ ધોરણ-11ન વિદ્યાર્થીઓએ તેના જ વર્ગના વિદ્યાર્થીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાઈ હતી.

તળાજાના તખતગઢ (ચોપડા)માં રહેતા અને સત્યનારાયણ વિદ્યાલય સથરામાં ધોરણ-11માં અભ્યાસ કરતા અલ્પેશભાઈ વિનોદભાઈ સોલંકીએ અલંગ પોલીસ મથકમાં યશ, તરૂણ, ભાવેશ અને હાર્દિક (તમામ રહે. કઠ‌વા, તા. તળાજા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આજે તેમની શાળામાં બપોરે ત્રણ વાગ્યાના સમયે ભુગોળનો લેક્ચર ચાલતો હતો ત્યાંરે યશ નામના વિદ્યાર્થીએ દેકારો કરતા શિક્ષકે કોણે દેકારો કર્યો તેમ પુછતા આ યશનું નામ આપ્યું હતું જેની દાઝ રાખી ઉક્ત લોકોએ શાળા છુટ્યા બાદ સથરા ગામના બસ સ્ટેશન બાદ તળાવ પાસે ઉક્ત વિદ્યાર્થીઓએ સાઈકલ લઈને ત્યાં આવી યશનું નામ કેમ આપ્યું તેમ કહી તેને તથા તેના મામાના દિકરા આકાશને ઢીકા પાટુંનો માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે સમયે ત્યાં લોકો આવી જતાં આ ચારેય નાસી છુટ્યા હતા અને જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. આ અંગે અલંગ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...