તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણથી ખતરો:કોરોનાને તો હરાવો પણ હાર્ટ એટેકે છીનવી લે છે જિંદગી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાની સારવાર બાદ હાર્ટએટેક આવવાનું પ્રમાણ વધ્યું
  • તકેદારી રાખો તો રોગને હરાવી શકશો
  • આડેધડ દવાઓ લેવાથી શરીરમાં લોહીની પ્રવાહિતા તથા ગંઠનનું જે કુદરતી સંતુલન હોય છે તે અવરોધાય છે

કોરોનાની સારવારમાંથી સાજા થઇ ગયા હોય અથવા તો કોરનાની સારવાર અંતિમ તબક્કામાં હોય અને ત્યારે જ દર્દીને હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સા વધી રહ્યાં છે. સામાન્ય સંજોગોમાં વ્યક્તિની હ્રદયના ધબકારા 60 થી 100 ની વચ્ચે હોય છે,પરંતુ કોરોનાથી સાજા થતાં લોકોમાં હાર્ટ બીટની 100 થી વધીને 130 ની ફરિયાદ છે. આ સમયે જો સમયસર સારવાર ન મળે તો હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે તેમ નિષ્ણાત તબીબનું માનવું છે.

કોરોનાના સંક્રમણ દરમિયાન અને ત્યાર બાદ પણ શરીરમાં લોહીની પ્રવાહિતા તથા ગંઠનનું જે કુદરતી સંતુલન(બેલેન્સ) હોય છે તે અવરોધાય છે. જેને કારણે શરીરની વિવિધ નસોમાં લોહીના ગંઠાઇ જવાની ઘટના બને છે. જેમાં મગજની લોહીની નસોને અસર કરે તો પેરાલિસિસ, હ્રદયની કોરોનરીને અસર કરે તો હાર્ટ એટેક , આંતરડાની લોહીની નળીને અસર કરે તો નેક્રોસીસ થવાથી પેટના દુખાવો તથા આંતરડાનો ભાગ ગેન્ગ્રીન્સ થવું, પગની લોહીની નળીમાં થાય તો પગના ભાગમાં ગેન્ગ્રીન્સ થવાની શક્યતા હોય છે.

31 વર્ષીય યુવાનને કોરોના ચેપ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તેની સારવાર કરાવી અને સ્વસ્થ થઈ ગયા, પરંતુ તેની મુશ્કેલીઓ હળવી ન થઈ. તેને છાતીમાં દુખાવો થતો રહેતો હતો અને ઓક્સિમીટરમાં તેની ધબકારા 125 ની હતી. જ્યારે ઇસીજી કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે આવા કિસ્સા હવે વધી ગયા છે.

જો પલ્સ રેટ 100 થી વધુ છે, તો લોહીની તપાસ કરાવો
કોરોનાથી સાજા થયેલા દર્દીઓના ફેફસાના ચેપને કારણે શરીરમાં ઓક્સિજનનો સપ્લાય ઓછો થાય છે. જો તમે કોરોનાથી સાજા છો અને તમારો હાર્ટ ધબકારા 100ની નજીક આવી રહ્યો છે, તો તમારું ચેકઅપ કરો. આવા દર્દીઓએ ઇસીજી, ઇકો પરીક્ષા તેમજ ડી-ડાયમર, કાર્ડિયાક એન્ઝાઇમ્સ સહિત જરૂરી રક્ત પરીક્ષણો કરાવવું આવશ્યક છે. જો પલ્સ રેટ વધે તો હાર્ટ અને લોહીની તપાસ કરાવો તો તમારા સ્વાસ્થ્યની તકેદારી વધશે અને ખતરાથી તમે બચી શકશો.

લોહી પાતળુ઼ કરવાની દવા બંધ ન કરો
દર્દીઓએ નિયમિત રીતે ડી-ડાયમર અને જરૂર પડે તો દર્દીએ કોલેસ્ટ્રોલ તથા લોહી પાતળું કરવાની દવા બંધ ન કરવી. દવાઓ બંધ ન કરાય તો હાર્ટ એટેકમાંથી બચાવ થઇ શકે છે. બાકી આડેધડ દવાઓ ન લેવી તેમજ હૃદયરોગની દવાઓ ચાલુ હોય તો તેમાં નિષ્ણાતની સારવાર લીધા વગર કોઇ ફેરફાર કરવો હિતાવહ નથી. > ડો.રાજીવ ઓઝા, એમ.ડી. ફિઝીશ્યન

ડી-ડાયમર વધે તો ધમનીઓમાં અવરોધ થાય
કોરોનામાંથી સ્વસ્થ થયેલા લગભગ 35 ટકા દર્દીઓમાં હૃદયના ધબકારા વધવાની ફરિયાદો છે. જે દર્દીઓ માટે અત્યંત જોખમકારક પરિણામો નોતરી શકે છે. આવા દર્દીઓના શરીરને ફેફસાંમાંથી ઓછો ઓક્સિજન મળે છે. આને કારણે હૃદય ઝડપથી ધબકતું રહે છે.

આ ઉપરાંત, હૃદયની માંસપેશીઓમાં બળતરા થાય છે જેને માયો કાર્ડિયાટીસ કહેવામાં આવે છે. ઘણા દર્દીઓમાં ડી-ડાયમરમાં વધારો થાય છે. અને તેનાથી હૃદયની ધમનીઓના અવરોધની શક્યતા વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...