માર્ગ અકસ્માતમાં નાની મોટી ભૂલને કારણે ભાવનગરમાં હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે. જેને પગલે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નેશનલ રોડ સેફ્ટી વીકની ઉજવણીના ભાગરૂપે લોકોને માર્ગ સલામતી વિશે તા. 11 થી 17 જાન્યુઆરી સુધી માર્ગ માહિતગાર કરાશે.
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભાવનગર દ્વારા નેશનલ રોડ સેફ્ટી વીકની ઉજવણીના ભાગરૂપ તા. 11 ના રોજ રોડ સેફ્ટીનું ઉદઘાટન તથા તા. 12 પર હેલ્મેટ, સીટબેલ્ટ તથા ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ બાબતનું ચેકિંગ તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોમાં રેડિયમ વિશે માહિતગાર કરાયા હતા.
જ્યારે હવે આગામી તા. 13 ના રોજ શાળામાં જઈને માર્ગ સલામતી વિશે કાર્યક્રમ યોજાશે, તા. 14 ના રોજ હેલ્મેટ, સીટ બેલ્ટ અંગેજ જનજાગૃતિ તથા પતંગ વિતરણ, તા. 15 ના રોજ હેલ્મેટ, સીટબેલ્ટ અંગે જનજાગૃતિ તથા ગુલાબ વિતરણ, તા. 16 ના રોજ આંખ તપાસણી કેમ્પ તેમજ ઓવરલોડ અને ઓડીસી વાહનોનું ચેકિંગ અને તા. 17 ના રોજ સ્કૂલ બસ ચેકિંગ, અન્ડર એજ ડ્રાઇવિંગ ચેકિંગ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેથી લોકો માર્ગ સલામતી માટે તકેદારી રાખી પોતે પણ સલામત રહે અને અન્યને પણ સલામત રાખે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.