તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:બી.કોમ. સેમ 6નાં પરિણામમાં અસંતોષ, રીએસેસમેન્ટની તક

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા બી.કોમ સેમ. 6 ની માર્ચ, એપ્રિલ, મે 2021 માં લેવાયેલ પરિક્ષા નાં જાહેર થયેલા પરિણામોમાં વિષય કોડ 21844 - સ્ટેટ, સીસી -607, બિઝનેસ સ્ટેટેસ્ટીક 2 તથા 21815- ફાઇનાન્સ અને એકાઉન્ટ ,7 ફોસ્ટ એકાઉન્ટ 1 નાં પરિણામથી વિદ્યાર્થીઓને અસંતોષ હોવાથી રીઅસેસમેન્ટ કરવાની મુદ્દત આપવામાં આવી છે.

આ તમામ વિષયોમાંથી વિશાળ વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખી બે બે વિષયો નું રીઅસેસમેન્ટ તા.7 સપ્ટે અને તા. 8 સપ્ટે. એમ બે દિવસ સાંજ નાં 6 વાગ્યા સુધી કરી શકાશે. રીઅસેસમેન્ટ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઇન રીઅસેસમેન્ટ પોર્ટલ પર અરજી આપવાની રહેશે. ઉપરોક્ત વિષય સિવાય નાં વિષયોમાં રીઅસેસમેન્ટ નિયમો મુજબ જ ભરી શકાશે. બી.કોમ નાં વિદ્યાર્થીઓને રીઅસેસમેન્ટ ઓનલાઈન અરજી કરવાની કહેવામાં આવ્યું છે.

બી.કોમ. સેમેસ્ટર 6ના પરિણામમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હોવાથી રિએસેસમેન્ટની તક આપવામાં આવીછે.

અન્ય સમાચારો પણ છે...