તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની સરવણી:બરવાળા સેવાભાવી યુવા ટીમ દ્વારા બાળકની મદદ માટે "ફૂલ નહિ તો ફૂલની પાંખડી" અભિયાન શરૂ કરાયું

બોટાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનો દ્વારા ઘરે-ઘરે જઈ, રસ્તોઓ પર ઉભા રહી ને લોકો પાસે થી ફંડ એકત્રિત કરી રહ્યા છે

બરવાળા શહેરમાં માનવતા મહેકી સેવાભાવી 10 યુવાનો દ્વારા વિવાન નામના બાળકની મદદ માટે "ફૂલ નહિ તો ફૂલની પાંખડી" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં યુવાનો દ્વારા ઘરે ઘરે જઈ, રસ્તોઓ પર બેનરો લઈ ફંડ એકત્રિત કરી રહ્યા છે.

બરવાળા સાળંગપુર રોડ પર બરવાળા સેવાભાવી યુવા ટીમ દ્વારા "ફૂલ નહિ તો ફૂલની પાંખડી અભિયાન" અંતર્ગત SMA સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફિ નામની ગંભીર બીમારીથી વિવાન વાઢેળ નામનો અઢી મહિનાનો ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામનો ગરીબ પરિવારના બાળકને આ ગંભીર બીમારીની સારવાર માટે સોળ કરોડ રૂપિયાની જરૂરિયાત હોય જેથી બરવાળા સેવાભાવી યુવા ટીમ દ્વારા રાહદારીઓ, વાહન ચાલકોને મદદ માટે અપીલ કરીને ફાળો એકત્રિતકરણ કરી મદદ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં યુવાનો રોકડા અથવા ઓનલાઇન પણ કાર ચાલકોને એકાઉન્ટમા ટ્રાન્સફર કરી મદદ માટે અપીલ કરી રહ્યા છે. આમ બરવાળાના યુવાનોની આ સેવાકીય પ્રવૃતીમા રાહદારીઓ મદદ કરી રહ્યા છે.

બરવાળાના યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને પણ ફાળો એકત્રિત કરી રહ્યો છે. આમ સતત ત્રીજા દિવસે પણ બરવાળા સાળંગપુર જવાના માર્ગે પર યુવાનો દિવસ અને રાત ઊભા રહીને બાળકની મદદ માટે આગળ આવી રહ્યાં છે. લોકો ધીમે ધીમે દાનની સરવણી વહાવી રહ્યા છે. તેવામાં અનેક સંસ્થાઓ ફંડ એકત્રિત કરવા કામે લાગી છે.

થોડા સમય અગાઉ sma નામની બીમારી ધૈર્યરાજ નામના બાળકને થઈ હતી. જેમાં ગુજરાતે ખભે ખભો મિલાવી દાન આપી 16 કરોડની કિંમતના ઇન્જેક્શનનું ફંડ એકત્રિત કરી ધૈર્યરાજનો જીવ બચાવ્યો હતો. તેવી જ એક ઘટના ફરી સામે આવી છે ગીર સોમનાથના આલિદર ગામે સામે આવ્યો છે. આલિદર ગામમાં સામાન્ય પરિવારમાંથી આવતા અશોકભાઈ વાઢેરના પુત્ર વિવાનને sma નામની બીમારી થયા પરિવાર માથે આફત આવી પડી હતી. વિવાનના પિતા કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વિવાનને sma નામની બીમારી સામે આવતા હાલ તેમનો પરિવાર તેમને મુંબઈ ખાતે સારવાર આપી રહ્યું છે.

બરવાળા સેવાભાવી ટીમના સભ્ય દ્વારા જણાવ્યું હતું કે લોકો અમુક જે સેવાનું મહત્વ સમજે છે તે લોકો નિસ્વાર્થ મદદ કરી રહ્યા છે. અમુક લોકો ઓનલાઇન પણ પેમેન્ટ કરીને એમને સ્ક્રીન શોટ મોકલી રહ્યા છે, આ સેવા કરવાની પ્રેરણા અમને સોશિયલ મીડિયામાં જોયું ત્યારે અમને થયું કે નાના પરિવારના આ બાળકને આટલી બધી રકમ અને સહાય જો નહિ મળે તો તેના માતા પિતા પર શું વીતતી હશે....? એટલે અમે ફૂલ નહિ તો ફૂલની પાંખડી અભિયાનનો પ્રારંભ કર્યો હતો, 16 કરોડમા અમે જેટલા મદદ કરીને ઉઘરાવી શકીએ એટલી તેના પરિવારજનોને મદદ કરીશું. જેમાં અમારા સેવાભાવી ટીમના યુવાનોના પરિવારજનોનો એમને ખૂબ સારો સહકાર મળ્યો છે. તે લોકો પણ એમને આવા સેવાકીય કામને બિરદાવીને અમારો ઉત્સાહ વધારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...