તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કોઈ પુરસ્કાર વિના દેશ-વિદેશમાં બાપુએ 850 જેટલી કથા કરી છે

ભાવનગર22 દિવસ પહેલાલેખક: પ્રતાપભાઇ શાહ
 • કૉપી લિંક
પ્રતાપભાઇ શાહ તંત્રી, સૌરાષ્ટ્ર સમાચાર - Divya Bhaskar
પ્રતાપભાઇ શાહ તંત્રી, સૌરાષ્ટ્ર સમાચાર
 • મોરારિબાપુના સેંકડો ભક્તો તેમની એક અપીલથી લાખો રૂપિયાનું અનુદાન આપે છે
 • સદભાવના પર્વમાં કોમી એકતા સ્પષ્ટ દેખાય છે

વિશ્વભરમાં ભાવનગરના નામને જાણીતુ કરનાર બીજા સંત પૂ.મોરારિબાપુની જીવનગાથા ટૂંકમાં નીચે મુજબ છે.

1946માં જન્મ્યા પછી 14 વર્ષની ઉંમરે પણ વ્યાખ્યાનો શરૂ કર્યાં હતાં. અભ્યાસમાં ઘણા નબળા હોવા છતાં સિનિ. પીટીસી સુધી અભ્યાસ કરીને શિક્ષકની નોકરી કરી હતી. પરંતુ તે દરમ્યાન તેમનો અસ્ખલીત મધુરવાણી અને રામાયણના વાંચનને કારણે, ખાસ કરીને તુલસીકૃત રામાયણમાં રામચરિત માનસ ઉપરનું તેમનું પ્રવચન એટલું બધુ લોકભોગ્ય રહે છે. એટલું જ નહીં તેમની કથાઓમાં માત્ર રામાયણની જ વાતો નહીં પરંતુ સામાજિક સુધારાઓ તેમજ અર્થશાસ્ત્ર ઉપરના તેમના વિધાનો, દાખલાઓ, દલિલો સાથેની તેમની રજૂઆતો ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ભાવનગરને લાગે વળગે છે તેમના અંગત સ્નેહી શ્રી ભુપેન્દ્રભાઈ ત્રિવેદીએ પણ એક કથા કરાવી હતી અને પછી તેમાં માત્ર 500-700 લોકોની હાજરીમાં મોતીબાગ ટાઉનહોલમાં, ત્યારબાદ મહિલા બાગમાં ચાર-પાંચ હજાર માણસોની હાજરી હતી પછી તો તેનો વાણીપ્રવાહ એટલો પ્રચલિત થઈ ગયો હતો કે જ્યાં તેમની કથા હોય ત્યાં ક્યાંક તો લાખ માણસો પણ હોય.

ભાવનગરમાં તો સૌરાષ્ટ્ર સમાચાર ચેરિટેબલ ટ્રસ્ટ અને મિત્રો સાથેની કથા વખતે ઉતારો ભાવનગર સેન્ટ્રલ જેલમાં બાપુની માંગણી મુજબ આપવામાં આવેલો અને જવાહર મેદાનમાં 1 લાખ જેટલા શ્રોતાઓએ કથાનો લાભ લીધો હતો. તે વખતે તેઓ સવાર-સાંજ બે વખત કથા વાંચન કરતા હતા. તે વખતે જેલના કેદીઓને પણ સંબોધન કરતા હતા. બપોરના ગાળામાં સેંકડો લોકો ઘરે જવાને બદલે ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત પૂ.મદનમોહનદાસજી બાપુના સહયોગથી આશરે હજારેક લોકો પ્રસાદ-ભોજન ગ્રહણ કરતા હતા. ત્યારબાદ ભાવનગરમાં ત્રણ કથાઓ ભાઈશ્રી જયંતભાઈ વનાણી (બુધાભાઈ)એ કરાવી હતી. શ્રી જયંતભાઈ વનાણીએ તો ત્યારપછી તેમના નિવાસસ્થાને દર વર્ષે સુંદરકાંડના પાઠોનું આયોજન પ્રસાદ સાથે કરે છે. બુધાભાઈની એક કથા તો જીંથરી હોસ્પિટલનાં લાભાર્થે કરાવી હતી.

પૂ. બાપુએ અત્યાર સુધીમાં 850 ઉપરાંત કથાઓ કરી છે. પૂ.બાપુ કોઈપણ કથાનો પુરસ્કાર સ્વીકારતા નથી. પરંતુ જે યજમાનો કથા કરાવતા હોય તેમને બાપુનો લાભ મળે છે.

જેમાં એક પણ મોટો દેશ એવો નથી કે જ્યાં બાપુની કથા થઈ ન હોય. કથાની શરૂઆત બાપુ હનુમાન ચાલીસાની ચોપાઈઓથી શરૂ કરે છે અને (સંગીતની દુિનયા દ્વારા) સંગીતમય રામકથા થાય છે. મોટાગજાના ઉદ્યોગપતિઓ બાપુના ભક્તો છે. તેમની અપીલથી તેમજ ચિત્રકુટ તલગાજરડા ચેરી.ટ્રસ્ટ મારફત ભુજથી ભચાઉ, સુરતથી ચેન્નાઈમાં અનેક કુદરતી આફતોમાં બાપુની અપીલથી તો ક્યારેક ભક્તો દ્વારા ડોનેશનનો લાભ મળ્યો છે. દેશવિદેશમાં બાપુના સેંકડો ભક્તો છે. તેથી આફતોમાં જેટલી રકમની જરૂરત હોય તેટલું ડોનેશન મળી રહે છે. પૂ.બાપુની કથા ભારત પછી અમેરિકામાં 30-35 જેટલી અને બ્રિટનમાં 15 થી 16 કથાઓ થઈ છે. અબુધાબી, દુબઈમાં પણ કથાઓ કરી છે.

પૂ.બાપુ પોતાની જાતને હંમેશા કથાકાર તરીકે ગણાવે છે, પરંતુ તેમની લોકચાહનાને કારણે લોકો તેમને સંત તરીકે જ જુએ છે બાપુના વિચારો અને આચારની િબનસાંપ્રદાયિકતા જોવા મળે છે. જે પર્વો કરે છે તેમાં સદભાવના પર્વ કોમી એકતા અને સામાજિક સમરસતા માટે કરે છે.

અસ્મિતા પર્વમાં, રાજ્યના મોટાગજાના તજજ્ઞો, શિક્ષકો, કવિઓ, લેખકો, સાહિત્યકારો ઉપસ્થિત રહે છે અને બાપુ પોતે શ્રોતા તરીકે બિરાજે છે. તેના સમાપન પર્વમાં બાપુનું માર્ગદર્શન ખૂબજ અગત્યનું બને છે. આ પર્વમાં દેશના જાણીતા અગ્રણીઓ જેવા કે દલાઈલામા, સામપિત્રોડા, આશા પારેખ,વૈજયંતિમાલા, હેમામાલિની વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સૌપ્રથમ અસ્મિતા પર્વમાં ભાવનગરના સાહિત્યકાર અને શિક્ષકશ્રી મનુભાઈ પંચોળીએ પ્રારંભ કરાવ્યો હતો. બાપુ બધા પર્વમાં તજજ્ઞોને હાજર રાખે છે તેમની પ્રથા-આકર્ષિત બની છે.

આ પર્વોમાં બાપુ તરફથી દસ-બાર એવોર્ડ્સ આપવામાં આવે છે. જેનું મૂલ્ય અમૂલ્ય છે. પૂ.બાપુને રામચરિત કંઠસ્થ થઈ ગયું છે. તેમની કથા લોકથી શ્લોક સુધી સૌને આકર્ષે છે.

પૂ.બાપુએ લગભગ વિમાનમાં, સ્ટીમરમાં, હિમાલયની તળેટીમાં, ગિરનારની ટોચ ઉપર કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર સમાચારના બાપુના સંબંધોને કારણે બાપુ હંમેશા દરેક પ્રસંગોએ આશિર્વાદ આપે છે તેમજ સૌરાષ્ટ્ર સમાચારના ભાસ્કર સાથેના જોડાણમાં ભોપાલ ભાસ્કર તરફથી પણ બે કથા કરી હતી. સમગ્ર કથા દરમ્યાન રમેશ અગ્રવાલજી તથા તેમના પરિવારજનોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.

તેમજ મોટા-મોટા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહીને કથાનો લાભ લેતા હતા. આ રીતે તેમની કથાને કારણે તલગાજરડા, મહુવા અને ભાવનગર વિશ્વભરમાં પ્રખ્યાત બન્યા હતા અને પૂ.બાપુ વિશ્વ વંદનીય બન્યા હતા. ખાસ તો એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે કે કથા વાંચનનો પુરસ્કાર બાપુ સ્વીકારતા નથી. અસ્તુ.

(આ લેખમાં જે હકીકત લખી છે તેમાં મારા મિત્રો સાથેની વાતચીત તેમજ મારા સંસ્મરણોમાંથી આ લેખ તૈયાર કર્યો છે. તેથી હકીકત દોષ હોઈ શકે. આ ઈતિહાસ નથી ઈતિહાસ માટેની માહિતી છે. સંપાદક પ્રતાપભાઇ શાહ, સૌરાષ્ટ્ર સમાચાર )

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો