મનપા કમિશનરનું ચેકિંગ:ભાવનગરના હિંમતભાઈ પૂરી શાક અને જૈન ફરસાણમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાયું

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પર્યાવરણને ખૂબ જ હાનિ પહોંચાડતા 50 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. છતાં ભાવનગરમાં તેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જેને લઈ આજરોજ મનપા કમિશનરે પ્લાસ્ટિક ચેકીંગ ડ્રાઇવ હિંમતભાઈ પૂરીશાક અને જૈન ફરસાણમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયા હતો.

વેપારીઓ આવા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું નામ નથી લેતા
વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ખરીદીને ગ્રાહકોને ઝબલા આપવામાં આવે છે. આ મામલે કોર્પોરેશન દ્વારા લગાતાર કાર્યવાહી ચાલી રહી છે છતાં વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું નામ નથી લેતા. આજે કમિશનરે પ્લાસ્ટિક સંદર્ભે ડ્રાઈવ ગોઠવીને ભાવનગરના બે ફરસાણ, પુરીશાકના વેપારીને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 16 કિલોનો જથ્થો ઝડપી લઇ રૂપિયા 7 હજારનો દંડ કર્યો હતો.

કચરો ફેલાવનારની લારી જપ્ત કરાઈ
કમિશનર એન.વી. ઉપાધ્યાયએ સ્ટાફને રાખીને શહેરના એમ.જી રોડ, ખારગેટ, શેલારશા વિગેરે સ્થળોએ સવારે રાઉન્ડ લેતા હિંમતભાઈ પૂરી શાક વાળાના રેસ્ટોરન્ટ પર તપાસ કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 10 કિલોનો જથ્થો મળી આવ્યો હતો, આથી તે જપ્ત લઈ 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો, તો જૈન ફરસાણમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 6 કિલોનો જથ્થો મળી આવ્યો હતો તેની પાસેથી રૂપિયા 2 હજાર દંડ કરી જથ્થો જપ્ત લેવાયો હતો, તેમજ શેલારશા ચોકમાં રાતના સમયે લારી રાખીને નાસ્તાનું વેચાણ કરનારે કચરો ફેલાવ્યો હોય કમિશનર તેની લારી જપ્ત કરાવી હતી. તો નારેશ્વર મહાદેવ મંદિરની ફરતે ગોઠવાયેલ કેબીન અને બાંકડાઓ પણ ઉપાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...