તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાનગીકરણનો વિરોધ:માર્ચમાં સતત ચાર દિવસ સુધી બેંકોનું કાર્ય ખોરવાશે

ભાવનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શનિવારથી મંગળવાર સુધી બેંકો બંધ રહેશે
 • બેંકોના ખાનગીકરણ અને વણઉકેલ પ્રશ્નોને લઈને 15 અને 16 માર્ચે હડતાલ જાહેર કરાઈ

ઓલ ઇન્ડિયા બેંક યુનિયન દ્વારા બેન્કોમાં કેન્દ્ર સરકારની ખાનગીકરણની નીતિ અને અન્ય અણ ઉકેલ પ્રશ્નોને લઇને આગામી માર્ચ મહિનામાં ૧૫ અને ૧૬ મી માર્ચના રોજ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાલને જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરમાં દૈનિક રૂપિયા 200 કરોડનું ટ્રાન્જેક્શન થાય છે અને આ હડતાલની પૂર્વે શનિ-રવિની પણ રજા હોય સતત ચાર બેંકો બંધ રહેવાની હોય કુલ રૂપિયા 800 કરોડના ટ્રાન્જેક્શન થઈ જવાની ભીતિ છે. ભાવનગરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેંક.ઓફ.બરોડા સહિતની રાષ્ટ્રીયકૃત બેંકોની 175 થી વધુ શાખાઓ એકધાર્યા 4 દિવસ સુધી બંધ રહેશે.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બેંકોના પણ ઉકેલ પ્રશ્નો અંગે કોઈ હકારાત્મક વલણ દાખવ્યું નથી તેમ જ બે નેશનલ બેંકોનું ખાનગીકરણ થઇ ગયું છે. તેના પરિણામે આગામી માર્ચ માસમાં 15 અને 16 માર્ચે ખાનગીકરણના વિરોધમાં બે દિવસની હડતાળ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત 11મી માર્ચ ના રોજ શિવરાત્રી છે જ્યારે 12મી માર્ચના રોજ બેંક શરૂ રહેશે, 13મી માર્ચના રોજ બીજો શનિવાર અને ત્યારબાદ 14મી માર્ચે રવિવારની જાહેર રજા છે. પછી 15મી અને 16મી માર્ચે હડતાલ જાહેર કરવામાં આવી છે. ‌

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો