તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંશોધન:મોં વડે વાદ્યયંત્ર વગાડતા બેન્ડવાદકો કોરોનાથી સુરક્ષિત; ફેફસાની કાર્યક્ષમતા, રોગ પ્રતિકારક શક્તિ વધે છે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયમિત શ્વસન પ્રક્રિયાની કવાયત વડે ફેફસા રહે છે મજબૂત

કોરોનામાં સૌથી વધુ માનવ શરીરનો જો કોઇ ભાગ ક્ષતિગ્રસ્ત થતો હોય તો તે ફેફસા છે. સ્પોર્ટસમેન, કસરતબાજોની શારીરિક ક્ષમતાઓ સારી હોવા છતા કોરોનામાં આવા લોકોના અનેક મૃત્યુ થયા હોવાના દાખલા છે. પરંતુ મોં વડે વાદ્યયંત્ર વગાડતા બેંડકર્મીઓને હજુસુધી કોરોના થયો હોવાના દ્રષ્ટાંત સપાટી પર આવ્યા નથી.

બેંડકર્મીઓના ફેફસાં મજબૂત હોય છે
ભાવનગરમાં બેંડ પાર્ટી સાથે આશરે 350 લોકો સંકળાયેલા છે તે પૈકી 100થી વધુ લોકો મોં વડે વાદ્યયંત્ર વગાડવાની ફરજ નિભાવે છે. મોં વડે વગાડવામાં આવતા વાદ્યયંત્રને કારણે ફેફસાની કાર્યક્ષમતામાં સતત વધારો થાય છે. મોં વડે વગાડવામાં આવતા વાજીંત્રોમાં શ્વાસ ઉંડો લેવો પડે છે, અને વાદ્યના આરોહ-અવરોહ પ્રમાણે ફેફસામાં સંગ્રહિત ઓક્સિજન (શ્વાસ) બહાર કાઢવો પડે છે. અને આવા પ્રકારની સતત પ્રેક્ટિસના કારણે આવા કલાકારોના ફેફસા અતિમજબૂત હોય છે. અને કોરોના સીધો ફેફસા પર જ આક્રમણ કરે છે, તેથી બેંડ કર્મીઓને કોરોના અસર કરી શક્તો નથી. તેઓના ફેફસા મજબૂત હોય છે.

વાદ્યથી શ્વસનની કસરત થાય છે
બેંડમાં સેક્સોફોન, મેલોડીકા, ફ્લૂટ, ક્લેરીનેટ વગાડવા માટે નિષ્ણાંત કલાકાર જોઇએ. આવા કલાકારોની શ્વસન પ્રક્રિયા, બ્રિધિંગ એક્સરસાઇઝ વધારે મહેનત માગી લે છે. મુંબઇના મશહૂર સેક્સોફોન પ્લેયર માઇકલ ડી-મેલોએ કહેલુ છે, મોંઢા વડે વાદ્યયંત્ર વગાડવા હોય તો રોજ ફેફસાની કસરત કરવી પડે છે, પ્રણાયામ, શ્વાસ રોકવાની કસરત રોજ કરવી પડે છે. બેંડમાં આ કપરૂ કાર્ય માનવામાં આવે છે. અન્ય કલાકારો સાથે તાલમેલ મેળવવા અને ગીતના શબ્દો પ્રમાણે વાદ્યયંત્રને આરોહ-અવરોહ આપવો પડે છે તેમાં ફેફસાની કસરત લાગે છે.

ફેફસાની ક્ષમતામાં વધારો થાય છે
મોઢા વડે વગાડવામાં આવતા વાદ્યતંત્રોમાં શ્વસન પ્રક્રિયા સામેલ થાય છે, અને શ્વાસ લાંબો સમય ખેંચવો પડે છે, બમણા જોરથી શ્વાસ બહાર કાઢવો પડે છે. તેથી ફેફસાની ક્ષમતામાં આપોઆપ વધારો થાય છે.> ડો.ફિરદૌસભાઈ દેખૈયા, વરિષ્ઠ તબીબ, સર ટી. હોસ્પિટલ

ફેફસાની ક્ષમતામાં વધારો થાય છે
મોઢા વડે વગાડવામાં આવતા વાદ્યતંત્રોમાં શ્વસન પ્રક્રિયા સામેલ થાય છે, અને શ્વાસ લાંબો સમય ખેંચવો પડે છે, બમણા જોરથી શ્વાસ બહાર કાઢવો પડે છે. તેથી ફેફસાની ક્ષમતામાં આપોઆપ વધારો થાય છે. - ડો.ફિરદૌસભાઈ દેખૈયા, વરિષ્ઠ તબીબ, સર ટી. હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...